Not Set/ સુરતનાં આ સ્મશાન ગૃહમાં એટલા મૃત દેહ અંતિમ ક્રિયા માટે આવ્યા કે હવે લાકડાની પડી ગઇ ખપત

કોરોના મહામારીની બીજી લહેરે સુરત જિલ્લાને સંપૂર્ણ પણે બાનમાં લીધી છે.

Top Stories Gujarat Surat
mmata 111 સુરતનાં આ સ્મશાન ગૃહમાં એટલા મૃત દેહ અંતિમ ક્રિયા માટે આવ્યા કે હવે લાકડાની પડી ગઇ ખપત

કોરોના મહામારીની બીજી લહેરે સુરત જિલ્લાને સંપૂર્ણ પણે બાનમાં લીધી છે. સુરત શહેરમાં તમામ સ્મશાનોમાં કોરોના ગ્રસ્ત મૃત દેહોનાં અંતિમક્રિયા માટેની લાંબી લાઈનો લાગતા તેમજ કામરેજ અને બારડોલીનાં સ્મશાન ગૃહમાં પણ માત્ર કોરોનાથી થયેલા મૃત દેહોને અંતિમ સંસ્કાર કરવામાં આવતા આજુ બાજુનાં વિસ્તારમાંથી પણ સામાન્ય સંજોગે મોતને ભેટેલા ઇસમોનાં મૃતદેહ અંતિમ ક્રિયા કડોદરા સ્મશાન ભૂમિમાં કરવામાં આવી રહ્યા છે.

mmata 112 સુરતનાં આ સ્મશાન ગૃહમાં એટલા મૃત દેહ અંતિમ ક્રિયા માટે આવ્યા કે હવે લાકડાની પડી ગઇ ખપત

માણસ ભૂલ્યો માણસાઈ / રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન

કડોદરા નગરની હદ વિસ્તારમાં અકળામુખી હનુમાન મંદિરની સામેની બાજુએ ખાડી કિનારે આવેલ સાર્વજનિક સ્મશાન ગૃહ-કડોદરા છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે. ત્રણ સગડીની કેપેસિટી ધરાવતા આ સ્મશાન ગૃહમાં છેલ્લા એક અઠવાડિયામાં 135 થી વધુ મૃત દેહોની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. 3 ચિતા સિવાય સ્મશાન ગૃહનાં પટાંગણમાં અન્ય જગ્યાએ પણ જમીન પર ચિતા બનાવી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. એકા એક અંતિમ સંસ્કારની સંખ્યામાં વધારો થતા સંસ્થાએ બફર રાખેલો સૂકા લાકડાનો જથ્થો પણ એક અઠવાડિયા દરમિયાન પૂરો થવા આવ્યો છે. જેથી વહેલી તકે સૂકા જલાઉ લાકડાનો લોકફાડા માટે કોઈ કંપની અથવા વ્યક્તિ આગળ આવે એવી જાહેર અપીલ કરી છે

mmata 113 સુરતનાં આ સ્મશાન ગૃહમાં એટલા મૃત દેહ અંતિમ ક્રિયા માટે આવ્યા કે હવે લાકડાની પડી ગઇ ખપત

હવે આ જોવાનુ જ રહ્યુ! / કોરોનાથી મોત થયા બાદ શવને કચરો ફેંકતા વાહનમાં લઇ જવાયા

નગર પાલિકા અને રોટરી કલબ ઓફ કડોદરાનાં સહયોગથી નવનિર્માણ થઈ રહેલા સ્મશાન ગૃહમાં હાલ એક ગેસની ચીમની લગાવવામાં આવી છે. પરંતુ ગેસ કનેક્શનનાં અભાવે ગેસની ચીમનીમાં પણ હાલ જલાઉ લાકડાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. જો કે ગેસ કનેક્શનનાં જોડાણ માટે સંસ્થા દ્વારા વિસ્તારનાં ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યને પણ આ અંગે રજુઆત કરવામાં આવી છે. ઉદ્યોગથી ધમધતા વિસ્તારમાં પણ સ્મશાન ભૂમિનાં ગેસ કનેક્શન માટે વારંવાર રજુઆત કરવી પડે એ હાલમાં એક કડવી સચ્ચાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ