Health Fact/ જાણો શું છે આ થેરાપી જે દૂર કરે છે તણાવ અને દર્દ

આઈપીએલ 2020 દરમિયાન ભારતીય બોલર મોહમ્મદ શમીએ રિલેક્સેશન માટે દુબઈમાં આ થેરપીનો સહારો લીધો હતો. જે બાદ તેના શરીર પર…

Health & Fitness Lifestyle
What is cupping therapy, how is it used?

દુનિયાભરમાં ઘણા એથલિટ્સ અને ખેલાડીઓના શરીર પર લાલના ગોળા જોવા મળ્યા હશે. તમે વિચારતા હશો કે તેમની પીઠ પર આ લાલ રંગના ગોળ આકારના નિશાન કેમ છે? તો તમને જણાવી દઈએ કે આ વર્લ્ડ ફેમસ કપિંગ થેરપી છે, જેના ઉપયોગથી શરીરમાંથી ખરાબ લોહીને બહાર નીકાળવામાં આવે છે અને તેનાથી એથલિટ્સને આરામ મળે છે. સાથે જ તેમનું સ્ટ્રેસ લેવલ પણ ઓછું થઈ જાય છે.

કપિંગ થેરપી એક પ્રાચીન ચીની ચિકિત્સા વિકલ્પ છે, જેનો ઉપયોગ હજારો વર્ષોથી કરવામાં આવે છે. આ થેરપીમાં શરીર પર કપોની મદદથી વેક્યૂમ પેદા કરીને શરીરના ભાગોમાં મુકવામાં આવે છે, જેનાથી દર્દ, સોજો, રક્ત પ્રવાહ અને સ્ટ્રેસથી આરામ મળે છે.

કપિંગ થેરપી ઘણી રીતે હોય છે, જેમાં ડ્રાઈ કપિંગ થેરપી, વેટ કપિંગ થેરપી અને ફાયર કપિંગ થેરપીનો સમાવેશ થાય છે. 4થી 5 મિનિટમાં કપોમાં ખરાબ લોહી જમા થઈ જાય છે અને તેને નીકાળીને ફેંકી દેવામાં આવે છે. જે જગ્યાએ કપિંગ થેરપી કરવામાં આવે છે તે જગ્યાએ થોડા સમય માટે લાલ સર્કલ બની જાય છે, પરંતુ થોડા સમય બાદ આપમેળે તે નીકળી જાય છે.

ઘણા એથલિટ્સ જે કપિંગ થેરપી લે છે તેઓ રમત પહેલા કે બાદમાં આ થેરપી કરાવે છે. કેમકે તેનાથી એથલિટ્સને આરામ મળે છે. કપિંગ શરીરની અંદર રહેલા વિષાક્ત પદાર્થોને નીકાળી દે છે

કપિંગ શરીરમાં થયેલા કોઈપણ સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. તે સિવાય એથલિટ્સના બ્લડફ્લોમાં પણ સુધારો થાય છે. શરીર પર જે જગ્યાએ કપિંગ કરવામાં આવે છે તે જગ્યાની માંસપેશીઓમાં ખુબ રાહત મળે છે. એટલું જ નહીં આનાથી ડિટોક્સીફિકેશન પણ થાય છે. કપિંગ થેરપી સ્કિન માટે ખુબ લાભદાયક છે અને તેનાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે.

આઈપીએલ 2020 દરમિયાન ભારતીય બોલર મોહમ્મગ શમીએ રિલેક્સેશન માટે દુબઈમાં કપિંગ થેરપીનો સહારો લીધો હતો. જે બાદ તેના શરીર પર ઘણી મહિનાઓ સુધી લાલ નિશાન બનેલા હતા. જો કે, તે સિઝન તેણે આઈપીએલની 14 મેચોમાં 20 વિકેટ પોતાના નામે કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત / ગુજરાતની શાળાઓ જોઈ મનીષ સિસોદિયાએ જાણો શું કહ્યું ?

આ પણ વાંચો: China / કોરોનાથી લોકડાઉન, ઘરોમાં કેદ બુમો પાડતા લોકોનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: અમદાવાદ / શું કેમ્પ હનુમાન મંદિરનું સ્થાન બદલાશે ?

આ પણ વાંચો: ગાઝિયાબાદમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, ગૌશાળામાં 40થી વધુ ગાયો જીવતી સળગી ગઈ