અમદાવાદ/ શું કેમ્પ હનુમાન મંદિરનું સ્થાન બદલાશે ?

આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર સાથે લાખો ભક્તોની શ્રદ્ધા પણ જોડાયેલી છે. ત્યારે કેમ્પ હનુમાન મંદીરને રિવરફ્રન્ટ ખસેડવા માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે

Top Stories

આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર સાથે લાખો ભક્તોની શ્રદ્ધા પણ જોડાયેલી છે. ત્યારે કેમ્પ હનુમાન મંદીરને રિવરફ્રન્ટ ખસેડવા માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટ  દ્વારા મંદિરને અન્ય સ્થળે ખસેડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. કેન્ટોન્મેન્ટ વિસ્તાર હોવાને કારણે મંદિરમાં વિવિધ પ્રસંગોની ઉજવણીમાં અને ઘણીવાર ભક્તોને પણ દર્શન માટે તકલીફ ઉભી થાય છે. ત્યારે મંદિરના ટ્રસ્ટ દ્વારા મંદિર અન્ય સ્થળે ખસેડવા માટે મંગની કરવામાં આવી છે.

ટ્રસ્ટ મંડળે કેન્દ્ર સરકાર સમક્ષ રિવરફ્રન્ટ પાસે આવેલ આર્મી જગ્યા મેળવવા માંગણી કરી છે. સુરક્ષાની દ્રષ્ટ્રીએ હનુમાન મંદિરમાં પરમિશન જરૂરી છે. હાલ મંદિર પ્રવેશ, પ્રસાદ, હવન કરવામાં સમસ્યા થાય છે. આર્મી અને ટ્રસ્ટની જગ્યા અદલા બદલી કરવા પ્રયાસ થઇ રહ્યા છે. રિવરફ્રન્ટ પર મંદિરને ખસેડવામાં આવે તો ભક્તોને સમયની સમસ્યા ના થાય. હાલ દર્શનનો સમય ઓછો પડતો હોવાની ભક્તોની લાગણી જણાઈ રહી છે.

કેમ્પ હનુમાનનું મંદિર આર્મી કેન્ટોન્મેન્ટમાં આવેલું છે, જેના કારણે ક્યારેક સુરક્ષાના કારણસર ભક્તોને દર્શન માટે પ્રવેશ મળતો નથી, જેથી મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લોકોના કહેવા પ્રમાણે આર્મીની સુરક્ષા જળવાય અને ભક્તો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંદિર ખસેડવામાં આવશે. રિવર ફ્રન્ટ પર સુરેન્દ્ર પટેલ દ્વારા જગ્યા નક્કી કરવામાં આવી છે. હવે આ મંદિરને રિવરફ્રન્ટ પર લઈ જવામાં આવશે. રાજ્ય સરકાર, AMC,આર્મી તથા કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ મંદિર ખસેડવામાં આવશે.

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર રિવરફ્રન્ટ ખસેડવા સામેની જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે આ મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. અમારે આ બાબતે કહેવાની જરૂર નથી. તે લોકોને કહેવા દો અને તમને કંઈ યોગ્ય લાગે તો PIL દાખલ કરવા માટે જણાવ્યું હતું. આ જગ્યા પર હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે. જે બ્રિટિશ કાળમાં પણ તેમને અહીંથી હટાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેને હટાવી શક્યા ન હતા.

અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી પણ ભક્તોએ અને પૂજારીઓએ ઈનકાર કર્યો હતો.  જો કે મંદિર તોડવા હુકમ કરતાં અંગ્રેજોને પરચો મળ્યો હતો. અંગ્રેજોએ મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ તોડી નખાવી, નાનાં મંદિરો તોડ્યાં અને કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અંગ્રેજ અમલદારે એક અઠવાડિયા સુધી ભમરાઓને દૂર કરવા માટે મજૂરો મોકલ્યા. ભમરાઓ ફક્ત મજૂરો પર જ હુમલો કરતા હતા. અને  આ જોઈને અંગ્રેજ અમલદારે પણ નાછૂટકે આ ઘટનાને શ્રી હનુમાનજી દાદાનો ચમત્કાર સમજીને નિર્ણય બદલવો પડ્યો કે આ મંદિર હવે અહીં જ રહેશે.

Russia Ukraine Conflict/ યુક્રેનનો દાવો 19500 રશિયન સૈનિકો માર્યા ગયા

સુરત/ રામ નવમીના ડાયરામાં પૂર્વમંત્રી ગણપત વસવા દ્વારા નોટોનો વરસાદ