ગાંધીનગર
28, જુલાઈ 2018.
ઓરી અને રુબેલા રસી અભિયાન અંતર્ગત કેન્દ્રીય આરોગ્યની ટીમે આજ શનિવારના રોજ ગુજરાતની મુલાકાત લીધી હતી. જેમાં કેન્દ્રીય ટીમના સભ્ય ડો.હલદર એ જણાવ્યું હતું કે, રાજ્યમાં 61 લાખ થી વધારે બાળકોના ઓરી અને રૂબેલાની રસી આપવામાં આવી છે. જયારે રાજ્યમાં 1.20 કરોડ બાળકોના લક્ષ્યાંકને કેન્દ્રીય આરોગ્યની ટીમ દ્વારા પૂરો કરવાનો છે.
આપણે જણાવી દઈએ કે રૂબેલા અને ઓરીની રસી આપ્યા બાદ 4 બાળકોના મૃત્યુ થયા હતા. જેમાં બે બાળકોના પોસ્ટમોટમ રિપોર્ટ આવી ગયો છે. આપણે જણાવી દઈએ કે અન્ય બે બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓરી કે રૂબેલા રસીકરણથી મૃત્યુ થયેલ નથી.
આ રસીકરણ દરમિયાન પહેલું મૃત્યુ સાબરકાંઠાના ઇડરમાં થયું છે, બીજું અરવલ્લીના ભિલોડામાં એક બાળકનું મૃત્યુ થયું છે, ત્રીજું કચ્છ ખીલસરા ગામ માં રસીના 115 કલાક બાદ તેમજ ચોથું અમદાવાદ જીલ્લાના ધોળકામા થયું હતું. રસી આપ્યાના 30 કલાકથી 115 કલાકના સમય અંતર્ગત 4 બાળકોના મૃત્યુ થયા છે. વાત કરવામાં આવે તો આ રસીની આડઅસર જો થાય તો માત્ર અડધા કલાકમાં જ સોજા આવી જાય છે. તેથી આ 4 મૃત્યુ થયા છે, તે રસીથી થયા નથી. સરકાર દ્વારા 21 રાજ્યમાં રસી આપવાનું 95 % જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત રાજ્યમાં હજુ પણ 70% જેટલું કાર્ય થયું હોવાનું અધિકારીએ સ્વીકાર્યું હતું.