Accident/ પલસાણા તાલુકામાં વધુ એક ગોઝારો અકસ્માત, રિક્ષાને ટક્કર વાગતા ગર્ભવતી મહિલાનું મોત

પલસાણા તાલુકામાં વધુ એક ગોઝારો અકસ્માત બન્યો છે. સચીનથી પલસાણા તરફ આવતા રોડ ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક રિક્ષાને અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

Gujarat Surat
a 316 પલસાણા તાલુકામાં વધુ એક ગોઝારો અકસ્માત, રિક્ષાને ટક્કર વાગતા ગર્ભવતી મહિલાનું મોત

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત 

પલસાણા તાલુકામાં વધુ એક ગોઝારો અકસ્માત બન્યો છે. સચીનથી પલસાણા તરફ આવતા રોડ ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક રિક્ષાને અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

મળતી માહિતી અનુસાર બુધવારના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં પલસાણા પોલિસ મથક હદ વિસ્તારમાં આગેલ ને.હા-53 ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સચિનથી પલસાણા તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થતી રીક્ષા GJ 05 BY 1879 ને GJ 19 AF 8712 નાકાર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 મુસાફરો પૈકી ગર્ભવતી મહિલા સ્વીતા રાહુલ શાહુ ઉર્ફે છોટી(રહે.સચિન સાઈનાથ સોસાયટી સેકટર 2 પ્લોટ નંબર 250)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ પુરુષને ઇજા પહોંચતા સારવાર માટે પલસાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એક જ પરિવારના 6 સભ્યો રિક્ષામાં બેસી સચીનથી પલસાણા ખાતે સંબંધીને ત્યાં આવી રહ્યા હતા તે સમયે કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ સ્થળ ઉપર પહોંચી રીક્ષા ચાલક રામપ્રસાદ કન્યાલાલ યાદવ પાસે કારચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇજા ગ્રસ્તના નામો

(1)રામરત્ન રામરત્ન શાહુ (50)
(2)શિવમ રામરત્ન શાહુ (15)
(3)મમતા રાજકુમાર શાહુ (22)
(4)કૈશલ્યા રામરત્ન શાહુ (42)
(5)પ્રિયંશું શાહુ (3)
(5)રામપ્રસાદ કન્યાલાલ યાદવ (24) રીક્ષા ચાલક

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો