Gujarat/ પાટડી તાલુકાનાં સુરલ ગામ ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરેલ ગામ પાસે આવેલા ત્રણ રસ્તા પાસેથી ઝીંઝુવાડા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જ્યારે ચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો….

Gujarat Others
Police Commissioner 2 પાટડી તાલુકાનાં સુરલ ગામ ત્રણ રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક ફરાર

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના સુરેલ ગામ પાસે આવેલા ત્રણ રસ્તા પાસેથી ઝીંઝુવાડા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જ્યારે ચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો. વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો, બિયરના ટીન તેમજ કાર સહિત પોલીસે કુલ રૂ. 3,55,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પાટડીના ઝીંઝુવાડા આદરીયાણા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની બાતમીના આધારે ઝીંઝુવાડા પીએસઆઇ વી.પી.મલ્હોત્રા, રણછોડભાઇ ભરવાડ સહીતની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર હંકાવી મુકી હતી. આથી પોલીસ ટીમે કારનો પીછો કરતા સુરેલ ત્રણ રસ્તા પાસે ચાલક કાર મુકી નાસી છુટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા કારમાં અલગ અલગ બ્રાન્ડની 337 વિદેશી દારૂની બોટલો, 96 નંગ બિયરના ટીન અને કાર સહીત કુલ રૂ. 3,55,100 નો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Bird Flu: રાજ્યમાં બર્ડ ફ્લુનો પગપેસારો, આ વિસ્તારમાંથી વધુ 8 ટીટોડી મ…

Gujarat: આડા સંબંધોનું પરિણામ મળ્યું મોત, પોલીસે હત્યારાને ઝડપી પૂછપર…

Rajkot: કાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણનો શુભારં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો