Not Set/ બનાસકાંઠા: શાળામાં 250 વિદ્યાર્થીઓ જયારે વર્ગખંડમાં માત્ર બે જ રૂમ, વરસાદના ચાલતા ખંડેરમાં ભણવા બાળકો મજબુર

  બનાસકાંઠા. 25, July 2018. ગુજરાત સરકાર દ્વારા દરેક બાળકોને સારું ભણતર મળે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં કરોડો રૂપિયા શિક્ષણ માટે ફાળવવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક રીતે વિકાસ થઇ શકે. પરંતુ આજે આ પરિસ્થિતિમાં સરકારના ગુજરાત મોડલમાં પણ ખોટ નાચરે ચડે છે. કારણ કે સરહદી વિસ્તારના અનેક ગામો એવા […]

Top Stories Gujarat Others
making case quality education all pakistan 20120911 બનાસકાંઠા: શાળામાં 250 વિદ્યાર્થીઓ જયારે વર્ગખંડમાં માત્ર બે જ રૂમ, વરસાદના ચાલતા ખંડેરમાં ભણવા બાળકો મજબુર

 

બનાસકાંઠા.

25, July 2018.

ગુજરાત સરકાર દ્વારા દરેક બાળકોને સારું ભણતર મળે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં કરોડો રૂપિયા શિક્ષણ માટે ફાળવવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓનો શૈક્ષણિક રીતે વિકાસ થઇ શકે. પરંતુ આજે આ પરિસ્થિતિમાં સરકારના ગુજરાત મોડલમાં પણ ખોટ નાચરે ચડે છે. કારણ કે સરહદી વિસ્તારના અનેક ગામો એવા છે, જેને આજે પણ અનેક સુવિધાનો અભાવના કારણે બાળકોને ભણવા માટે અનેક મુશ્કેલી વેઠવી પડે છે.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચીમનગઢ ગામમાં ચીમનગઢ પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં અંદાજીત 251 બાળકો અભ્યાસ કરે છે. પરંતુ આ શાળાની જો વાત કરવામાં આવે તો શાળામાં લગભગ કુલ 6 રૂમની જરૂરિયાત સામે માત્ર બે રૂમ હોવાથી બાળકોને આવી નબળી સુવિધામાં અભ્યાસ કરવું ભારે મુશ્કેલ બન્યું છે.

શાળાના જરૂરિયાત પૂરતા રૂમો માટે શાળાના આચાર્ય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને અનેકવાર રજુઆત કરી છે. પરંતુ આ મુદ્દે વર્તમાન સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ રૂમો મંજુર કરવામાં આવ્યા નથી. જેથી બાળકોના અભ્યાસ ઉપર મોટી અસર પડી રહી છે.

બાળકોને સારું ભણતર મળે તે માટે હાલ શાળાની બાજુમાં એક મકાન લઈ બાળકોને ભણાવવામાં આવી રહયા છે. જો કે અત્યારે વરસાદનો સમય હોવાથી બાળકોને ભણતર ઉપર ભારે અસર પડી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પણ આ મામલે ભારે રોષ વ્યકત કર્યો છે.