મુંબઇ
ગોવિંદા સ્ટાઇલ ડાન્સથી રાતોરાત ઈન્ટરનેટ સેંસેશન બન્યા ડબ્બુ અંકલ એટલે કે સંજીવ શ્રીવાસ્તવનો નવો વીડીયો સામે આવ્યો છે જેમાં ગોવિંદા પછીતેમણે લેજેંડરી અભિનેતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું ડાન્સ પર્ફોર્મન્સ કર્યું છે.
સંજીવ શ્રીવાસ્તવનો આ બીજો વીડીયો પણ સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઇ રહ્યો છે. રાજ કપૂરની 1970ની ફિલ્મ ‘મેરા નામ જોકર‘ના હિટ ગીત ‘જીના યહાં ઔર મરના યહાં’ અને ‘જાને કહાં ગયે વો દીન’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડીયોમાં તેઓ પહેલી વાર જોકરના કોસ્ચ્યુમમાં ડાન્સ કરતા દેખાઇ રહ્યાં છે.
જુઓ વીડીયો
આ વીડીયો સંજીવ શ્રીવાસ્તવે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેમણે કેપ્શન લખ્યું કે હું બોલિવૂડના ગ્રેટેસ્ટ શોમેનમાં પોપ્યુલર ગીતો પર પર્ફોર્મન્સ કરી રહ્યો છું.