અમદાવાદ,
એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે તમારી પાસે ક્યાંયથી પણ ધન આવે તો તેને શુભ માનવામાં આવે છે. તો આજના શુભ દિવસ ધનતેરસ પર પેટ્રોલ અને ડીઝવના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે.
સોમવારે દિલ્હીમાં પણ પેટ્રોલના ભાવોમાં 22 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને 78.56 રૂપિયા પ્રતિ લીટર થઇ છે. જ્યારે ડિઝલની કિંમતોમાં 20 પૈસાનો ઘટાડો આવતા ડિઝલ 73.16 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે.
જ્યારે મુંબઇમાં પેટ્રોલની કિંમત 84.06 રૂપિયા નોધાઇ છે. અહિં પણ પેટ્રોલની કિંમતમાં 22 પૈસાનો ઘટાડો નોધાયો છે. માટે અહિંયા પણ ડીઝલની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો થતા ભાવ 76.67 રૂપિયા પ્રતિ લીટર થયા છે.
4 ઓક્ટોબરને રવિવારે પણ પેટ્રોલ 84 રૂપિયે લીટર અને ડીઝલ 75.45 રૂપિયે લીટરની રેકોર્ડ ઉચાઇ પર પહોચ્યા હતા. એજ દિવસે સરકારે ક્રુડ ઉત્પાદક ખર્ચમાં 1.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ સિવાય સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલીયમ કંપનીઓને પણ ક્રુડની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું હતું.