Not Set/ જસદણનાં જંગમાં કોંગ્રેસનું કોકડું ગુંચવાયુ, દાવેદારો પર જ કોંગ્રેસને નથી ભરોસો

અમદાવાદ, જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયાએ તો ફોર્મ ભરી લીધું છે. ત્યારે કોંગ્રેસમાં હજુ ઉમદાવરીને લઈને ખેંચતાણ ચાલી રહી છે અને કોને આ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે તે અંગે હજુ સસ્પેન્સ છે તો બીજી તરફ કોંગ્રેસના એક સમયે ચૂંટણીની રેસમાં નહોવાનું જણાવનાર ભોળા પટેલ સહિત સાત દાવોદારો ફોર્મ લઈ ગયા છે. હવે […]

Top Stories Gujarat Others
2018 4image 18 18 066094624congress ll જસદણનાં જંગમાં કોંગ્રેસનું કોકડું ગુંચવાયુ, દાવેદારો પર જ કોંગ્રેસને નથી ભરોસો

અમદાવાદ,

જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળિયાએ તો ફોર્મ ભરી લીધું છે. ત્યારે કોંગ્રેસમાં હજુ ઉમદાવરીને લઈને ખેંચતાણ ચાલી રહી છે અને કોને આ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે તે અંગે હજુ સસ્પેન્સ છે તો બીજી તરફ કોંગ્રેસના એક સમયે ચૂંટણીની રેસમાં નહોવાનું જણાવનાર ભોળા પટેલ સહિત સાત દાવોદારો ફોર્મ લઈ ગયા છે. હવે જોવાનું એ રહે છે કે જસદણ જંગમાં કોંગ્રેસ કોને ઉતારે છે.

ઉમેદવાર જાહેર કરવાથી ફફડી રહેલી કોંગ્રેસ

ઉમેદવાર જાહેર કરવાથી ફફડી રહેલી કોંગ્રેસને જસદણ બેઠકની પેટા ચૂંટણીમાં તેના એક પણ ઉમેદવાર પર ભરોસો ન હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે શુક્રવારે કોંગ્રેસના વારાફરતી આઠ જેટલા ઉમેદવારો ફોર્મ લઈ ગયા હતાં. જેને પગલે ભારે આશ્ચર્ય સર્જાયુ હતું.

હવે કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે, નવાઈની વાત તો એ છે કે, જે દાવોદારો ફોર્મ લઈ ગયા છે તેમાંથી બે તો વર્તમાન ધારાસભ્યો છે. જસદણમાં ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસમાં ભવાઈ સર્જાઈ છે. આંતરિક ખેંચતાણ અને જૂથબંધીને કારણે કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર કરવાથી ફફડી ગઈ છે.

એક પછી એક દાવેદારો ફોર્મ લઈ ગયા

આ દરમિયાન એક પછી એક દાવેદારો ફોર્મ લઈ ગયા છે. જેમાં સોમા પટેલ, લલિત વસોયા, ભોળા ગોહિલ, અવસર નાકિયા, વિનુ ધડક, મનસુખ ઝાંપડિયા, ધીરજ સીંગાળા અને ગજેન્દ્ર રામાણી ફોર્મ લઈ ગયા છે.

આશ્ચર્યની વાત એ છે કે, અગાઉ ભોળાભાઈએ પોતે ચૂંટણીની રેસમાં ન હોવાનું જણાવ્યું હતું. હવે તેમણે ઉમેદવારી પત્ર લીધું હોવાથી એવી ચર્ચા જાગી છે કે કોંગ્રેસ તરફથી તેમને ઉમેદવાર ઘોષિત જાહેર કરવામાં આવે તેમ છે.

પ્રજા કોંગ્રેસ પર કેવી રીતે મૂકે વિશ્વાસ?

ત્યારે કોંગ્રેસના જ વર્તુળોમાં એવો સૂર વહેતો થયો છે કે જે પાર્ટીને પોતાના જ દાવોદારો કે ઉમેદવારો પર ભરોસો નથી તેની ઉપર પ્રજા કેવી રીતે વિશ્વાસ કરી શકે. ગુજરાતમાં અત્યારે મોંઘવારી,ખેડૂતોના સળગતા પ્રશ્નો,પાકના પોષણક્ષમ ભાવો નહી મળવા સહિત પાટીદારોની અનામતનો સળગતો મુદ્દો છે.

તેમ છતાં કોંગ્રેસ આ મુદ્દાને વોટમાં પરિવર્તિત કરી શકતી નથી.તેમાંય મંત્રી પદની લાલચમાં ભાજપમાં ભળી ગયેલા કુંવરજી બાવળિયાએ એવું સ્ફોટક નિવેદન આપ્યું છે આ જ દિવસ સુધી કોળી આગેવાન અવચર નાકિયાનું નામ ચર્ચામાં ચાલી રહ્યું હતું. નોંધનિય છે કે .

પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, તેમ છતાં પણ કોંગ્રેસ પોતાનો ઉમેદવાર જાહેર નથી કરી શકી. જોકે, મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા શુક્રવાર સાંજ સુધીમાં ઉમેદવારનું નામ જાહેર થવાની સંભાવના છે.

https://api.mantavyanews.in/gujarat-jasdan-by-election-four-congress-leader-buy-application-form-for-by-election/

20મી ડિસેમ્બરના રોજ જસદણની પેટા ચૂંટણી યોજાનાર છે. ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે.