કર્મચારી આંદોલન/ વડોદરામાં સરકારી કર્મીઓ માસ CL પર ઉતરતા અરજદારોને ધક્કા, કલેકટરે કરી વૈકલ્પિક વ્યવસ્થા

કર્મચારીઓની માસ CL ની ગેરહાજરીના કારણે અધિકારીઓને ખાસ સુચના આપી વિશેષ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.  ત્યારે સરકારી કર્મીઓ ની ગેરહાજરી નાગરિકો માટે તકલીફ રૂપ સાબિત ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર યોગ્ય વ્યવસ્થા કરતા હોવાનું સામે આવ્યું છે. 

Top Stories Gujarat Vadodara
વ૨ 2 વડોદરામાં સરકારી કર્મીઓ માસ CL પર ઉતરતા અરજદારોને ધક્કા, કલેકટરે કરી વૈકલ્પિક વ્યવસ્થા

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓએ ચૂંટણી નજીક આવતા જ સરકાર સામે મોરચો મંડ્યો છે. પોતાની પડતર માંગણીઓને લઇ સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ  દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. શિક્ષક થી માંડી આશા વર્કર બહેનો, વનકર્મી, જિલ્લા પંચાયતના સંવર્ગ કર્મચારીઓ હોય કે આરોગ્ય કર્મી  કે પછી વન્ય કર્મી કે પછી માજી સૈનિક  તમામ કર્મચારી મંડળોએ સરકાર સામે મોરચો માંડ્યો છે.

વ૬ 1 વડોદરામાં સરકારી કર્મીઓ માસ CL પર ઉતરતા અરજદારોને ધક્કા, કલેકટરે કરી વૈકલ્પિક વ્યવસ્થા

સમગ્ર રાજ્યમાં અલગ અલગ સરકારી કર્મચારીઓ પોતાની માગણીઓ સાથે સરકારને રજૂઆત કરી રહ્યા છે ત્યારે આજે વડોદરાના અલગ અલગ સરકારી કર્મચારીઓ જેમાં મહેસુલ ખાતાના, તલાટી, અને નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને માં સીએલ પર ઉતરી જવાનું નક્કી કર્યું છે અને તેથી અરજદારોને પોતાના કામ પૂર્ણ નહીં થતાં ધક્કા ખાવા પડ્યા છે.

મ૨ 4 વડોદરામાં સરકારી કર્મીઓ માસ CL પર ઉતરતા અરજદારોને ધક્કા, કલેકટરે કરી વૈકલ્પિક વ્યવસ્થા

મહેસુલ વિભાગમાં ઉડયા કાગડા 

પોતાની જરુરીયાતોને લઈને અરજદારો ને ધક્કા ખાવા પડી રહ્યા છે તેવામાં સરકારી કર્મીઓની ગેરહાજરીના કારણે ઓફિસના ટેબલો ખાલી જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા આ પ્રકારના અલગ અલગ સરકારી સંગઠનોના આંદોલનો એ સરકારની ઊંઘ હરામ કરી નાખી છે તેવામાં વડોદરાના પણ આ 300 જેટલા સરકારી કર્મીઓના માસ CL  પર ઉતરી જતા સરકારી કામકાજનું વહીવટ ખોરવાયો હતો.

વ૧ 2 વડોદરામાં સરકારી કર્મીઓ માસ CL પર ઉતરતા અરજદારોને ધક્કા, કલેકટરે કરી વૈકલ્પિક વ્યવસ્થાવ૪ 2 વડોદરામાં સરકારી કર્મીઓ માસ CL પર ઉતરતા અરજદારોને ધક્કા, કલેકટરે કરી વૈકલ્પિક વ્યવસ્થા

કલેકટર દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા 

એક તરફ વડોદરાના અલગ અલગ સરકારી કર્મીઓની માસ CL ની ગેરહાજરીને લઈને અરજદાર અને નાગરિકોને તકલીફ ન પડે તે માટે વડોદરા જિલ્લા કલેકટર એબી ગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કર્મચારીઓની માસ CL ની ગેરહાજરીના કારણે અધિકારીઓને ખાસ સુચના આપી વિશેષ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.  ત્યારે સરકારી કર્મીઓ ની ગેરહાજરી નાગરિકો માટે તકલીફ રૂપ સાબિત ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર યોગ્ય વ્યવસ્થા કરતા હોવાનું સામે આવ્યું છે.  મહત્વનું છે કે એક તરફ સરકારી કર્મીઓ પોતાની માંગણીઓને લઈને અલગ અલગ સમયે ફરજ અને કામથી અળગા રહેવા ની બાબતો સામે આવી રહી છે ત્યારે વહીવટી તંત્ર પણ આ પ્રકારની તકલીફોને પહોંચી વળવા માટે યોગ્ય વ્યવસ્થા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

વ૬ 2 વડોદરામાં સરકારી કર્મીઓ માસ CL પર ઉતરતા અરજદારોને ધક્કા, કલેકટરે કરી વૈકલ્પિક વ્યવસ્થા

કમર્ચારીઓને ગાંધીનગર જતા અટકાવાયા 

મહત્વનું છે કે જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં અલગ અલગ સરકારી સંગઠનો પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે આજરોજ ગાંધીનગર વિધાનસભા ખાતે અલગ-અલગ સંગઠનો જેમાં વનપાલ, વન રક્ષક, એક્સ આર્મીમેન, ખેડૂત કિસાન સંઘો, શિક્ષણ સંઘો વગેરે વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવા પહોંચી શકે તેવી શંકાના આધારે વડોદરા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, અને એક્સપ્રેસ હાઈવે માર્ગે પસાર થતી ગાડીઓમાં કોઈ સરકારી સંગઠનના કર્મચારીઓ જતા હોય તો તેમને રોકી અને ત્યાંથી જ પરત મોકલવા માટે પોલીસના અધિકારીઓ સહિત નો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો.