FPO cancelled/ અદાણી ગ્રુપે લીધો મોટો નિર્ણય, FPO કર્યો રદ, રોકાણકારોને પૈસા પરત આપવામાં આવશે, જાણો

અદાણી ગ્રુપે તેના FPAOને લઈને મોટો નિર્ણય લીધો છે. અદાણી એન્ટરપ્રાઇઝે કહ્યું છે કે તેઓ FPO રદ કરી રહ્યા છે. સાથે જ રોકાણકારોના પૈસા પરત કરવાની પણ વાત થઈ છે

Top Stories Business
FPO cancelled

FPO cancelled:    અદાણી ગ્રુપે તેના FPAOને લઈને મોટો નિર્ણય લીધો છે. અદાણી એન્ટરપ્રાઇઝે કહ્યું છે કે તેઓ FPO રદ કરી રહ્યા છે. સાથે જ રોકાણકારોના પૈસા પરત કરવાની પણ વાત થઈ છે. અદાણી એન્ટરપ્રાઇઝે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે પોતાનો 20 હજાર કરોડનો FPO પાછો ખેંચી રહ્યો છે. ટૂંક સમયમાં રોકાણકારોને પૈસા પરત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે  કે 27 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે 20 હજાર કરોડ એકત્ર કરવા માટે FPO જારી કર્યો હતો.

નોંધનીય છે કે (FPO cancelled)    અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) એ મંગળવારે છેલ્લા દિવસે ગતિ પકડી હતી અને ઇશ્યુ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો હતો. 4,55,06,791 શેરની કુલ ઓફર કદ સામે ત્રીજા દિવસે 5,00,84,096 શેર માટે બિડ મળી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સ (QIB) માટે અનામત ક્વોટા 1.26 વખત બુક કરવામાં આવ્યો હતો. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 3.26 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કર્મચારી ક્વોટાને 52 ટકા બિડ મળી હતી, જ્યારે રિટેલ રોકાણકાર ક્વોટાને 11 ટકા બિડ મળી હતી.

 રિટેલ રોકાણકારો (FPO cancelled) દ્વારા ક્વોટાની ઓછી બોલી લગાવવામાં આવી હતી કારણ કે અદાણી એન્ટરપ્રાઈઝના શેર્સ શેર દીઠ રૂ. 3,112 – 3,276ના FPO પ્રાઇસ બેન્ડથી નીચે ગયા હતા. હિંડનબર્ગ રિપોર્ટ પર આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોની શ્રેણી વચ્ચે અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગે પોતાના અહેવાલમાં અદાણી જૂથ પર કથિત છેતરપિંડી અને સ્ટોકમાં હેરાફેરીનો આરોપ મૂક્યો છે. જોકે, અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરે સતત બે સેશનમાં પુનરાગમન કર્યું છે.

Gautam Adani/હિંડનબર્ગના બીજા અહેવાલથી ગૌતમ અદાણીને ઝટકો, ફોર્બ્સની યાદીમાં છે આ સ્થાને

પ્રહાર/મનરેગા બજેટમાં કાપ મૂકતા આ નેતાએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું…