લૂંટ/ અમદાવાદના અખબારનગર સર્કલ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 25 લાખની સોનાની ભરેલી બેગ લઇ લૂંટારાઓ ફરાર

ગુજરાતમાં ચોરી અને લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. રાજ્યમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. ,અમદાવાદ શહેરમાંથી લૂંટ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories Gujarat
Robbery
  • અમદાવાદ શહેરમાં ફરી એકવાર લૂંટનો બનાવ (Robbery)
  • ફરી એકવાર લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મચારી
  • શહેરના અખબારનગર સર્કલ પાસે ચલાવાઈ લૂંટ
  • અખબાર નગરના શ્રી રતન કોમ્પ્લેક્ષ પાસેનો બનાવ
  • આંગડિયા કર્મચારી પોતાનું ટુ-વહીલર લઈને ઉભો હતો
  • બાઈક પર આવેલ ઈસમોએ ચલાવી લૂંટ
  • સોનાથી ભરેલી બેગ લૂંટારુઓ ઝુટવીને ફરાર
  • બેગમાં આશરે 25 લાખના દાગીના હોવાની માહિતી
  • વાડજ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે

  (Robbery)ગુજરાતમાં ચોરી અને લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. રાજ્યમાં ગુનાખોરીએ માઝા મૂકી છે. ,અમદાવાદ શહેરમાંથી લૂંટ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આંગડિયા પેઢીનો કર્મચારી ફરી એક વાર લૂંટાયો છે.લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ આંગડિયા પેઢીના કર્માચારીને લૂંટીને ફરાર થઇ ગયા છે. પોલીસ તંત્ર આ મામલે તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર (Robbery) અમદાવાદના  અખબાર નગર સર્કલ પાસે શ્રી રતન કોમ્પલેક્ષ પાસે આ લૂંટનો બનાવ બન્યો હતો, આંગડિયા પેઢીનો કર્મચારી ટુ વ્હીલર પાસે સોનાથી ભરેલી બેગ લઇને ઉભો હતો ત્યારે બાઇક પર અજાણ્યા ઇસમો આવીને સોનાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. આ બેગમાં 25 લાખના દાગીના હતા.  પેઢીના કર્માચરીએ પ્રતિકાર કર્યો હતો અને બૂમો પાડિ હતી પરતું લૂંટારૂઓ સોનાથી ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ મામલે વાડજ પોલીસે લૂંટની ફરિયાદ  નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.

આ લૂંટની ઘટના (Robbery) મામલે પોલીસે તેમામ પોલીસને એલર્ટ કરી દીધી છે અને શહેરના તમામ રસ્તાઓ પર ચેકિંગના આદેશ આપ્યા છે.અને સીસીટીવી કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. હાલ વાડજ સહિત અમદાવાદની પોલીસ આ લૂંટ કેસમાં કામે લાગી ગઇ છે. પોલાસે હાલ તમામ ઘટના અંગે ફરિયાદી સાથે વાતચીત કરી રહી છે.

અહેવાલની અસર/હિંડનબર્ગના અહેવાલથી એલઆઇસીના આટલા હજાર કરોડ ધોવાયા,જાણો