Gandhinagar/ હવે આ શહેરમાં સફાઈ કામદારોને ગટરમાં નહિ ઉતરવું પડે, રોબોટ કરશે ડ્રેનેજ સફાઇ

શહેરમાં ડ્રેનેજની સફાઇ માટે અત્યાધુનિક રોબોટ વિકસાવવામાં આવ્યો છે. રૂપિયા 38 લાખનો રોબોટ ડ્રેનેજની સફાઇ કરશે. આ રોબોટ ગટર સાફ કરવામાં ખાસ મદદરૂપ નીવડશે. જેનાથી ગટરમાં ઊતરીને કામ કરતા કર્મચારીઓના ગૂંગળામણથી થતા મોતના આંકડામાં ઘટાડો થઇ શકે છે.

Top Stories Gujarat Others
sanjay shrivastav 2 હવે આ શહેરમાં સફાઈ કામદારોને ગટરમાં નહિ ઉતરવું પડે, રોબોટ કરશે ડ્રેનેજ સફાઇ

ગુજરાત સહીત દેશભરમાં ગટરમાં ઊતરીને કામ કરતા કર્મચારીઓના ગૂંગળામણથી મોત થયાના સમાચાર આપણે  અવાર નવાર જોઈએ છીએ. હવે ગાંધીનગરના સફાઈ કર્મચારીઓને ગટરમાં ઉત્ર્વામાંથી મુક્તિ મળશે. ગુજરાત સરકાર દ્વારા ગત્રોનો સફાઈ માટે અત્યાધુનિક રોબોટ ની નિમણુક કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં ડ્રેનેજની સફાઇ માટે અત્યાધુનિક રોબોટ વિકસાવવામાં આવ્યો છે. રૂપિયા 38 લાખનો રોબોટ ડ્રેનેજની સફાઇ કરશે. આ રોબોટ ગટર સાફ કરવામાં ખાસ મદદરૂપ નીવડશે. જેનાથી ગટરમાં ઊતરીને કામ કરતા કર્મચારીઓના ગૂંગળામણથી થતા મોતના આંકડામાં ઘટાડો થઇ શકે છે.

keshod / ફી વિવાદ : વી.એસ પબ્લિક સ્કૂલની ફી મામલે હવે શું થશે?…

આ પ્રસંગે રાજ્યના ડે. CM નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘ઘણી વાર ભૂગર્ભ ગટરની કામગીરી ખૂબ જોખમી બનતી હોય છે. આ મશીનને કારણે ગટરમાં કેટલુંક કેમિકલ અને કેટલો ગેસ એકઠો થયો છે તેની માહિતી પણ મળી રહેશે. રોબોટનું આ મશીન કામદારો માટે આશીર્વાદરૂપ બની રહેશે. રોબોટને કારણે સફાઇ કામદારોએ મેઇન હોલમાં ઉતરવાની જરૂર નહીં પડે. આ અત્યાધુનિક રોબોટ માટે એક એક હેલ્પર અને ઓપરેટર પણ હાજર રહેશે.’

diwali / ફટાકડાને લઈને અમદાવાદ પો.કમિશનરનું જાહેરનામું, આ વસ્તુઓ પર લ…

નોધનીય છે કે,  ગત વર્ષે ગટર સાફ કરતી વખતે કર્મચારીઓના મોત પર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો (NCFK) ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો હતો. તે પ્રમાણે વર્ષ 2019ના શરૂઆતના 6 મહિનાની અંદર ગટર સફાઈ દરમિયાન 50 કર્મચારીઓના મોત થયા હતાં. સૌથી મહત્વ પૂર્ણ બાબત એ છે ક આ દેતા માત્ર ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિત કુલ આઠ રાજ્યનો જ હતો. દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં ન હોતો આવ્યો. એમાં ગુજરાતમાં જ ગટર સાફ કરતા 156 લોકોના મોત થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

NEW DELHI / પ્રદૂષણને લઈ NGTનો મોટો આદેશ, 30 નવેમ્બર સુધી દેશમાં ફટાકડા …

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગે ત્રણ વર્ષ પહેલા સફાઈ કર્મીઓની મોતની સંખ્યા પર કામ કરવાનું શરૂ કર્યું હતું. એવું જાણવા મળ્યું હતું કે, 1993 બાદ 817 સીવરમાં કામ કરતા લોકોના મોત થયા હતાં. એમાંય ખાસ બાબત તો એ હતી કે, આ ડેટા 20 રાજ્યોનો હતો જે 2019ના 30 જૂન સુધીનો હતો. જેમાં રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુમાં સીવરમાં કામ દરમિયાન સૌથી વધુ 210 લોકોના મોત થયા છે. જેમાંથી ગુજરાતમાં 156, ઉત્તર પ્રદેશમાં 77 અને હરિયાણામાં 70 લોકોના મોત થયા હતાં.