Not Set/ મોડાસા/ મૃતક યુવતીની બે બહેનપણીઓની ઓડિયો ક્લિપ આવી સામે, જાણો શું થયું હતું એ દિવસે

અરવલ્લીના મોડાસાના સાયરાની સીમમાંથી મળી આવેલી યુવતીના શંકાસ્પદ મોત મામલે નવો વણાંક સામે આવ્યો છે. જેમાં મૃતકની બે બહેનપણીઓનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. આ ઓડિયો ક્લિપની વાતમાં કોઈ જીગર નામના યુવકનું નામ બોલવામાં આવી રહ્યું છે છે. આ મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. આ ઓડિયો ક્લિપમાં સંભળવા મળી રહ્યું છે કે મોડાસાની […]

Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi મોડાસા/ મૃતક યુવતીની બે બહેનપણીઓની ઓડિયો ક્લિપ આવી સામે, જાણો શું થયું હતું એ દિવસે

અરવલ્લીના મોડાસાના સાયરાની સીમમાંથી મળી આવેલી યુવતીના શંકાસ્પદ મોત મામલે નવો વણાંક સામે આવ્યો છે. જેમાં મૃતકની બે બહેનપણીઓનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. આ ઓડિયો ક્લિપની વાતમાં કોઈ જીગર નામના યુવકનું નામ બોલવામાં આવી રહ્યું છે છે. આ મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

આ ઓડિયો ક્લિપમાં સંભળવા મળી રહ્યું છે કે મોડાસાની યુવતી તેણે એક રિક્ષામાં બેસાડી હતી. અને સાથે સાથે રિક્ષાવાળા ભાઇને એમ પણ કહ્યું હતું કે, આ યુવતી(મૃતક)ને સાયરા સિવાય ક્યાંય બીજે ઉતારશો નહીં તે વચ્ચે ઉતરવાનું કહે તો પણ તેને ના ઉતરતા તેને સાયરા જ ઉતારજો. ઉલ્લેખનીય છે કે, જે બે બેનપણીઓ વચ્ચે વાત થઇ રહી છે તેઓ આ યુવકને ઓળખતા પણ નથી. મૃતક યુવતી કોઇની કારમાં બેઠી હતી તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે આ બહેનપણીઓમાંથી એક યુવતીએ તેને તે કારમાંથી પરાણે ઉતારી હતી. અને તેનો સીમ અને મોબાઇલ તોડી નાંખ્યો પણ હતો.

આ ઓડિયો ક્લિપને કારણે મામલો વધારે ગૂંચવાયો છે. આ ઓડિયોમાં જીગર ઉપરાંત અન્ય એક યુવતીનું નામ પણ અનેકવાર બોલવામાં આવી રહ્યું છે. હાલમાં વાયરલ ઓડિયો ક્લિપની પોલીસે તપાસ હાથ ઘરી છે. આ પહેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતાં.

આપને જણાવી દઈએ કે આ ઓડિયો ક્લિપની મંતવ્ય ન્યુઝ પુષ્ટિ કરી રહ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.