Varija Shah-Helicopter pilot/ અમેરિકામાં હેલિકોપ્ટર પાયલોટ બનવાની સિદ્ધિ મેળવતી ગુજરાતની વરિજા શાહ

સપના જોવા અને તેને સાર્થક કરવા વચ્ચે ઘણો ફરક હોય છે. પણ ઘણા લોકો સપના જોઈ પણ શકે છે અને તેને સાર્થક પણ કરી શકે છે. આવું જ એક નામ છે વરિજા શાહનું. આજે હેલિકોપ્ટર પાયલોટ બનવાની ઘેલછા ધરાવતી ગુજરાતી યુવતી વરિજા અમેરિકાના આકાશમાં હેલિકોપ્ટર ઉડાડી રહી છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 02 06T125816.694 અમેરિકામાં હેલિકોપ્ટર પાયલોટ બનવાની સિદ્ધિ મેળવતી ગુજરાતની વરિજા શાહ

વડોદરા: સપના જોવા અને તેને સાર્થક કરવા વચ્ચે ઘણો ફરક હોય છે. પણ ઘણા લોકો સપના જોઈ પણ શકે છે અને તેને સાર્થક પણ કરી શકે છે. આવું જ એક નામ છે વરિજા શાહ(Varija Shah) નું. આજે હેલિકોપ્ટર પાયલોટ (Helicopter Pilot) બનવાની ઘેલછા ધરાવતી ગુજરાતી યુવતી વરિજા અમેરિકાના આકાશમાં હેલિકોપ્ટર ઉડાડી રહી છે. અમેરિકામાં છેલ્લા કેટલાય વર્ષોમાં હેલિકોપ્ટર પાયલોટ બનનારી તે પ્રથમ ભારતીય મહિલા બની છે. તેમા પણ તે અમેરિકામાં પાયલોટ બનનારી મુઠ્ઠીભર ગુજરાતી મહિલાઓમાં એક છે. તાજેતરમાં જ રાણા કુટુંબની યુવતીએ અમેરિકામાં પાયલોટ બનવાનું સન્માન મેળવ્યું હતું.

પણ વરિજા માટે આ બધુ તેટલું સરળ ન હતુ. તેણે હંમેશા ભારતીય હવાઈદળમાં (IAF) હેલિકોપ્ટર ઉડાડવાનું સ્વપ્ન જોયું હતું. પણ ઊંચાઈ ઓછી પડતા વરિજા તેના માટે ક્વોલિફાઈ થઈ શકી ન હતી. આમ છતાં 23 વર્ષની વરિજાએ મક્કમતા સાથે તેના જુસ્સાને આગળ ધપાવ્યો અને તે હાલમાં અમેરિકાના આકાશમાં ઊંચે ઉડી રહી છે.

શાહે યુ.એસ.માં એક અગ્રણી હેલિકોપ્ટર ઉડતી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાં તેને પાઇલટનું લાઇસન્સ મળ્યું હતું. તે મુઠ્ઠીભર ગુજરાતી મહિલાઓમાંની એક છે જેમણે યુએસમાં રોટર-વિંગ ક્રાફ્ટની તાલીમ લીધી છે અને તેને ઉડાવી છે.

તેણે જણાવ્યું હતું કે આ એક અદ્ભુત અનુભવ છે. હું હંમેશા હેલિકોપ્ટર ઉડાવવા માંગતી હતી, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું અમેરિકામાં હેલિકોપ્ટર ઉડાડીશ,” એમ શાહે જણાવ્યું હતું. શાહ જ્યારે 16 વર્ષની હતી ત્યારે રાજ્યમાં સ્ટુડન્ટ પાયલોટ લાયસન્સ મેળવનાર સૌથી યુવા વ્યક્તિઓમાંની એક બની હતી. શાહે વડોદરામાં ગુજરાત ફ્લાઈંગ ક્લબમાં તાલીમ લીધી ત્યારે સેસના 152 પ્લેન ઉડાવ્યું હતું.

તે નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) માં જોડાઈ અને તેને NCC ‘C’ પ્રમાણપત્ર મળ્યું. તેના પછી તે 2021માં SSB ઇન્ટરવ્યુ માટે હાજર થઈ હતી, પરંતુ તબીબી પરીક્ષણ દરમિયાન, મને કહેવામાં આવ્યું હતું કે મારી ઊંચાઈ જરૂરી ઊંચાઈથી ઓછી છે. તેના લીધે મને ફ્લાઈંગ બ્રાન્ચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી,” એમ શાહે જણાવ્યું હતું.

તેના પછી માતાના સમર્થન અને પ્રોત્સાહને મને યુ.એસ.માં ઉડાન ભરવા માટે પ્રેરિત કરી. “મેં પોર્ટલેન્ડમાં હિલ્સબોરો હેલી એકેડમીમાં અરજી કરી. હું ઑગસ્ટ 2022માં અમેરિકા પહોંચી. તાલીમ અઘરી હતી, કારણ કે પાઇલટનું લાઇસન્સ મેળવવા માટે ઘણી પરીક્ષાઓ પાસ કરવી પડે છે અને તેમના કડક માપદંડો અનુસાર ઉડાન ભરવાની હોય છે,” એમ શાહે જણાવ્યું હતું. શાહે યુ.એસ.ને પસંદ કર્યું કારણ કે તે હેલિકોપ્ટર ઉડાવવા માંગતી હતી.

“અમારી સંસ્થામાં ઘણી ઓછી સ્ત્રીઓ હતી, કારણ કે ઘણી હેલિકોપ્ટર પાઈલટ બનવાનું પસંદ કરતી નથી. મને કહેવામાં આવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમની સંસ્થામાંથી ફ્લાઈંગ લાયસન્સ મેળવનારી હું પહેલી ભારતીય મહિલા છું,” એમ તેણે ઉમેર્યુ હતુ.

15 મહિનાની સખત તાલીમ, જેમાં કેટલાંક કલાકોની ઉડાન સામેલ છે, તેણે નવેમ્બર 2023માં તેનું લાઇસન્સ મેળવ્યું. “મારે કોમર્શિયલ રોટરક્રાફ્ટ પાઇલટ બનવું છે. લોકો કહેતા રહે છે કે હેલિકોપ્ટર ઉડવું એ જોખમી બાબત છે અને મારે ફિક્સ વિંગ એરક્રાફ્ટમાં જવું જોઈએ, પણ મને હેલિકોપ્ટરનો મોહ છે. હું હવે યુએસએમાં કોમર્શિયલ હેલિકોપ્ટર ઉડાવવાનું કામ કરવાની યોજના ઘડી રહી છું,” એમ શાહે જણાવ્યું જણાવ્યું હતું.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ