Not Set/ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા સુપર સ્પ્રેડરોને જાહેરનામા ભંગમાંથી મુક્તિ : કલેક્ટર અરુણ મહેશ બાબુ

રાજકોટના નવા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે પ્રથમ મિટિંગ અને વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા માટે માઇક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં ચૂંટણી પેટર્ન

Gujarat Rajkot
rjt coll arun 2 વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા સુપર સ્પ્રેડરોને જાહેરનામા ભંગમાંથી મુક્તિ : કલેક્ટર અરુણ મહેશ બાબુ

રાજકોટના નવા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે પ્રથમ મિટિંગ અને વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા માટે માઇક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં ચૂંટણી પેટર્ન મુજબ પોલિંગ બુથવાઇઝ વેક્સિનથી વંચિત લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેઓને સમજાવી રસીકરણના અભિયાનને વધુ આગળ લઇ જવાશે.રાજકોટ જિલ્લામાં કોઈ નાગરિક વેક્સિનેશન વિના ન રહે અને કોરોના સામે અસુરક્ષિત ન રહે તેવા લક્ષ્ય સાથે આપણે કામ કરવું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વેક્સિનેશન સંપૂર્ણ થઇ શકે તે માટે ચૂંટણી પેટર્ન મુજબ કામ કરી પોલિંગ બુથવાઇઝ રસીથી વંચિત લોકોનું લીસ્ટ તૈયાર કરી તેઓનું રસીકરણ થઇ જાય તે માટે આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.

વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા સુપર સ્પ્રેડરોને જાહેરનામા ભંગમાંથી મુક્તિ

આ ઉપરાંત તેમણે મીટિંગમાં જણાવ્યું હતું કેતેમજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા સુપર સ્પ્રેડરોને જાહેરનામા ભંગમાંથી મુક્તિ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં 70 ટકા વેક્સિનેશન થઇ ચૂક્યું છે.કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને રૂરલ એસ.પી. બલરામ મીણાએ 15થી 30 દિવસમાં 70% રસીકરણના લક્ષ્યાંક સાથે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તરીકે અત્યાર સુધી થયેલા રસીકરણની સમીક્ષા કરી ટાર્ગેટ ઓડિયન્સનું ચિત્ર અમલીકરણ અધિકારીઓ સમક્ષ રજૂ કરી આ ટાર્ગેટ સિદ્ધ કરવા માટે કરવાની થતી તમામ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.

ગ્રામ્ય કે તાલુકા વિસ્તારમાં લોકો રસી માટે તૈયાર થતા નથી ત્યાં માઈક્રોપ્લાનિંગ 

કલેક્ટરે જણાવ્યું હતું કે, બીજી લહેરમાં જે લોકોએ રસી લીધી હતી તેમનો બચાવ થયો છે અને તે અંગેના નિષ્ણાતોના રિવ્યૂ પણ આવ્યા છે. લોકોને સમજણ આપવાના સામાજિક દાયિત્વમાં જિલ્લાની ટીમને જન પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, સંતો મહંતોનો પણ સહયોગ મળી રહ્યો છે. આ મિટિંગમાં જિલ્લાના રેવન્યુ, પંચાયત અને પોલીસ વિભાગની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની ગ્રામ્યથી માંડીને જિલ્લા સ્તર સુધીની રચના કરવામાં આવી હતી. આવતીકાલથી રસીકરણની કામગીરીમાં જે ગ્રામ્ય કે તાલુકા વિસ્તારમાં લોકો રસી માટે તૈયાર થતા નથી ત્યાં લોકોને સમજણ આપી રસી અપાવવા માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

sago str 13 વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા સુપર સ્પ્રેડરોને જાહેરનામા ભંગમાંથી મુક્તિ : કલેક્ટર અરુણ મહેશ બાબુ