ભરૂચ/ નગર પાલિકા ફાયર ફાઈટર દ્વારા ઈમરજન્સી સેવાનો દુરુપયોગ, જાણો સમગ્ર મામલો

સ્ટાફના વ્યક્તિના લગ્નનમાં હાજરી માટે ફાયર ટીમ ફાયર ટેન્ડર સાથે પહોંચી.ઓસારા રોડના રુદ્રાક્ષ રેસીડેન્સ ખાતે પ્રસંગમાં ફાયર ફાઈટરો બમ્બા સાથે પહોંચ્યા હતા. ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર ચિરાગગઢવીને કારણદર્શક નોટિસ ફટકારી…

Top Stories Gujarat Others
ફાયર ફાઈટર
  • ભરૂચ નગર પાલિકા ફાયર ફાઈટર દ્વારા દુરુપયોગ
  • નગર પાલિકામાં સત્તાના દુરુપયોગ
  • ઈમરજન્સી સેવાનો દુરુપયોગ
  • બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર કારણદર્શક નોટિસ ફટકારી

@વાસુ પરમાર 

Bharuch News: ભરૂચ નગર પાલિકામાં સત્તાના દુરુપયોગનો વિવાદ ઉભી થયો છે. 7 જુલાઈએ એકતરફ આગની ઘટનામાં પાલિકાના ફાયર ટેન્ડરની સંખ્યા ઓછી પડી હતી તે સામે એકજ દિવસ બાદ ઇમરજન્સી વાહન લગ્ન પ્રસંગમાં વોર સપ્લાય માટે મોકલવાનો વિવાદ સર્જાયો છે.મામલે વિપક્ષ ઉગ્ર છે તો પાલિકા સત્તાધીશોએ મુખ્ય ફાયર ઓફિસર ચિરાગ ગઢવીને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે.

Untitled 7 નગર પાલિકા ફાયર ફાઈટર દ્વારા ઈમરજન્સી સેવાનો દુરુપયોગ, જાણો સમગ્ર મામલો

8 નવેમ્બર 2023ની રાતે ભરૂચમા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ફાયર બ્રિગેડ ઇમરજન્સી લાઈટ સાથે એક લગ્ન પ્રસંગમાં પહોંચ્યું હતું. આ સ્થિતિ જોઈ સ્થાનિકો ચોકી ઉઠ્યા હતા જેમણે વિડીયો ઉતારી પાલિકા અધિકારીઓ દ્વારા થતો સત્તાના દુરુપયોગની ઘટના પ્રજા સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો હતો.મામલો સામે આવતા ભરૂચ નગરપાલિકાના વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યું હતું કે ઓટોમોબાઇલ શો રૂમમાં એક દિવસ અગાઉ લાગેલી આગ બાદ ફાયર ટેન્ડર ભારથી મંગાવવા પડ્યા હતા.

Untitled 8 નગર પાલિકા ફાયર ફાઈટર દ્વારા ઈમરજન્સી સેવાનો દુરુપયોગ, જાણો સમગ્ર મામલો

આ બાબતથી પણ સબક ન લઈ ભરૂચ નગરપાલિકાનું ફાયર ટેન્ડર ઇમરજન્સી લાઈટ સાથે લગ્નમાં વોટ સપ્લાય સાથે મોકલું ગંભીર બેદરકારી અને બેજવાબદાર વર્તન છે. તપાસ અને કાર્યવાહીના આદેશ થવા જોઈએ. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરને કારણદર્શક નોટિસ ફટકારી આ સમગ્ર મામલે જવાબ માંગ્યો છે.


whatsapp ad White Font big size 2 4 નગર પાલિકા ફાયર ફાઈટર દ્વારા ઈમરજન્સી સેવાનો દુરુપયોગ, જાણો સમગ્ર મામલો


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા