- વલસાડમાં અજીબ કિસ્સો આવ્યો સામે
- બાળકને કાર ચલાવવા આપતા ફરિયાદ
- પત્ની અને સાઢુ ભાઇ વિરુધ્ધ પતિની ફરિયાદ
- પત્નીએ બાળકનો વિડીયો સ્ટેટસમાં મુક્યો હતો
@મયુર જોશી
VALSAD NEWS: વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં એક પતિએ પોતાની જ પત્ની અને સાઢુ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પત્નીએ સાઢુભાઈના ખોળામાં 10 વર્ષના બાળકને બેસાડી અને કાર હંકારી સ્ટંટ કરતો વિડિયો સ્ટેટસ માં મુકતા પતિએ આ મામલે સાઢુભાઈ અને પત્ની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
બનાવની વિગત મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા જેનીશ રાઠોડ એ પારડી પોલીસ સ્ટેશનમાં પોતાની જ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં તેની પત્ની ખુશ્બુ અને તેમના સાઢુભાઈ નીરવ ચાવડા કાર લઈને દમણ ફરવા ગયા હતા .જેઓ તેમના દસ વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા હતા. જોકે ત્યારબાદ વલસાડ જિલ્લાની હદમાંથી પસાર થતી વખતે પત્નીએ તેના દસ વર્ષના બાળકને સાઢુભાઈના ખોળામાં બેસાડી અને ત્યારબાદ કાર ચલાવતા હોવાનો સ્ટંટ કરતો વિડીયો રેકોર્ડ કર્યો હતો. અને ત્યારબાદ આ વિડીયો સ્ટેટસ સ્ટેટસ પર અપલોડ કર્યો હતો.
જોકે દસ વર્ષનું બાળક મસ્તીમાં કાર ચલાવતું હોવાથી બાળકને અને સાથે કારમાં સવાર અન્ય લોકોના જીવને પણ જોખમ હોવાથી પત્ની અને સાઢુભાઈ ની આ બેદરકારી બદલ તેમને સબકાવવા પતિએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ વિડીયો સાથે પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હવે આ મામલે ચકચાર પછી છે .અને બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર
આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ