સુરત/ સસ્તુ જાણીને ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, મોબાઈલના નામે મોકલ્યું કંઇક આવું…

ઓનલાઇન મોબાઈલ ખરીદી કરતા પહેલા એક વાત ચેતી જજો. સુરતથી જ ઓનલાઇન મોબાઈલ વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી.

Top Stories Gujarat Surat
ઓનલાઈન ખરીદી

Surat News: આજ કાલ લોકોની ભાગદોડ વાળી લાઈફમાં લોકો માર્કેટ કે મોલમાં જઈને ખરીદી કરવા કરતા ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. એટલું જ નહીં ઓનલાઈન મોબાઈલ ઉપર કોઈપણ ચીજ સસ્તી દેખાય એટલે લોકો તેને ખરીદવા લલચાઈ જાય છે. ત્યારે આવામાં સુરતથી ઓનલાઈન મોબાઈલ વેચવાના નામે ઠગાઈ કરવામાં આવતી ઘટના સામે આવી છે. ઓનલાઇન સસ્તામાં મોબાઇલની જાહેરાત કરી પાર્સલમાં ફોનને બદલે પરફ્યુમ્સની બોટલ પધરાવતા શખ્સને ક્રાઇમબ્રાંચે રાંદેરમાંથી ઝડપી પાડ્યો છે.

સુરત શહેર ક્રાઇમ બ્રાંચનું કહેવું હતું કે, ઓનલાઇન મોબાઈલ ખરીદી કરતા પહેલા એક વાત ચેતી જજો. સુરતથી જ ઓનલાઇન મોબાઈલ વેચવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી. અફઝલ ખાંડા નામનો શખ્સ ઓનલાઈન માત્ર ત્રણ-ચાર હજારમાં મોબાઈલ ફોન આપવા માટેની ઓફર કરતો હતો. લલચાઈને લોકો ઓનલાઇન મોબાઈલ મંગાવતા અને તેના બદલામાં પાર્સલમાં પરફ્યુમ મોકલી રૂપિયા પડાવતો હતો.

પોલીસનું કહેવું હતું કે, સુરતમાં રાંદેર વિસ્તારમાં રહેતા આ ઠગ અફઝલ ખાંડા દ્વારા ઓનલાઈન રૂપિયા 3000 થી 4000માં મોબાઈલ આપવાની સ્કીમ આપવામાં આવતી હતી. અફઝલની અટકાયત કરી છે. તેની પાસેથી કોમ્પ્યુટર અને 70થી વધુ કાર્ટૂન પરફ્યુમ ભરેલા મળી આવ્યા છે. ઓનલાઇન લોભામણી સ્કીમો સસ્તામાં મોબાઈલ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતો હતો.

ક્રાઇમ બ્રાંચે રાંદેરમાં સંગના સોસાયટીના મકાન નં-20માં રેડ કરી અફઝલ મેમણને પકડી પાડ્યો હતો. સાથે ગોડાઉનમાંથી 4160 પરફ્યુમ્સની બોટલોના પાર્સલો 4.16 લાખની, બે કોમ્પ્યુટર, મોબાઇલ મળી 4.43 લાખનો મુદામાલ કબજે કર્યો છે. અફઝલે મકાન ભાડે રાખી ઓનલાઇન મોબાઇલ વેચાણનો બિઝનેસ વર્ષ 2022થી શરૂ કર્યો હતો.

 ક્રાઇમ બ્રાંચે અફઝલ મેમણસામે 41(1)(ડી) મુજબની કાર્યવાહી કરી રાંદેર પોલીસને સોંપી દીધો છે.આઈફોન અને એન્ડ્રોય ફોનના નામે અફઝલ ડેઇલી ઓનલાઇન 500થી વધુ ફોન વેચાણ કરતો હતો. ડેઇલી તે 5 લાખની આસપાસ કમાણી કરી કરતો હતો. કેટલાક લોકો તો પાર્સલ ખોલી નાખતા તેમાં પરફ્યુમ્સ નીકળતા રિટર્ન કરી દેતા હતા. જેથી 50 ટકા પાર્સલો રિટર્ન આવતા હતા.


whatsapp ad White Font big size 2 4 સસ્તુ જાણીને ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, મોબાઈલના નામે મોકલ્યું કંઇક આવું...


 

આ પણ વાંચો:ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને HCનો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

આ પણ વાંચો:AAP પછી BAPનો જલવો… ત્રણ મહિના પહેલા બનેલી પાર્ટીએ જીતનું રણશિંગુ ફૂંક્યું

આ પણ વાંચો:મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં કૌભાંડ, સરકારને ખોટા ડેટા આપ્યાનો ખુલાસો