Politics/ નેપાળમાં નવી સરકાર! ચીનના રવાડે ચઢવું નેપાળને પડ્યું ભારે, રચાશે નવી સરકાર

ચીનના રવાડે ચઢીને હવામાં ઉડેલું નેપાળ હવે ખુદ રાજકીય અસ્થિરતાનો ભોગ બન્યું છે.

Top Stories World
TEMPLE VIZIT 11 નેપાળમાં નવી સરકાર! ચીનના રવાડે ચઢવું નેપાળને પડ્યું ભારે, રચાશે નવી સરકાર
  • સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટીમાં કલહ
  • ખુદ શાસકપક્ષના પ્રવક્તાએ વખોડ્યો નિર્ણય
  • કહ્યું, નિર્ણય દેશને પાછળ લઈ જશે
  • સંવિધાનમાં સંસદ ભંગની જોગવાઈ નથી!
  • સંસદ ભંગનો મુદ્દો કોર્ટમાં પણ જઈ શકે છે

ચીનના રવાડે ચઢીને હવામાં ઉડેલું નેપાળ હવે ખુદ રાજકીય અસ્થિરતાનો ભોગ બન્યું છે. નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારને ખતરામાં જોતા જ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ સંસદ ભંગ કરવાની ભલામણ કરી જેને ત્યાંના રાષ્ટ્રપતિએ સ્વીકારી પણ લીધી છે.

Nepal Prez announces probable dates for national polls after Parliament's  dissolution | Deccan Herald

ચીનની પીઠ પાછળની રમત સમજ્યાં વિના તેના રવાડે ચઢેલાં નેપાળમાં જ હવે રાજકીય અસ્થિરતા ઘેરી બની છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી ઓલી શર્માએ સંસદ ભંગ કરવાની ભલામણ કરતાં રાષ્ટ્રપતિએ તેને સ્વીકારી લીધી છે. જેથી હવે નેપાળમાં સરકાર બનાવવા ફરીથી ચૂંટણી થશે. નેપાળની સત્તાધીશ નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર ખતરામાં આવી ગઈ છે. તેનું એક મુખ્ય કારણ પાર્ટીમાં જ વધતો જઈ રહેલો આંતરકલહ પણ છે. સાવ ખોબા જેવડો દેશ હોવા છતાં અત્યંત શક્તિશાળી ભારત સાથે પણ નેપાળે નાદાનીભર્યા ઉંબાડિયા કર્યાં હતાં. બીજી તરફ વિપક્ષમાં રહેલી નેપાળી કોંગ્રેસ પાર્ટી હાલમાં ફૂલ ફોર્મમાં છે. સંસદ ભંગ થવા સાથે જ નેપાળી કોંગ્રેસે એક તાકીદની બેઠક પણ બોલાવી છે.

Nepal Dissolves Parliament on PM Oli's Recommendation, Elections to be Held  in April-May 2021

નેપાળમાં સત્તામાં રહેલી નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરકલહ એટલો વધી ગયો છે કે ખુદ સરકારના સંસદ ભંગ કરવાના નિર્ણયને પાર્ટીના જ પ્રવક્તાએ વખોડી કાઢ્યો છે. સાથે જ તેમણે કહ્યું છે કે આ નિર્ણયથી નેપાળ ઘણું જ પાછળ ધકેલાઇ જશે. આ ઉપરાંત તેમણે આરોપ કર્યો છે કે કેબિનેટની બેઠકમાં ઘણાં મંત્રીઓ ગેરહાજર હતાં જેમાં આ નિર્ણય લેવાયો. આ તરફ નેપાળના સંવિધાનમાં સંસદ ભંગની કોઈ જોગવાઈ ન હોવાથી નેપાળ સરકારનો નિર્ણય ત્યાંની સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ શકે છે. સત્તાધીન પાર્ટીના મોટાભાગના નેતાઓ જ વર્તમાન પ્રધાનમંત્રી ઓલીની વિરુદ્ધમાં થઈ ગયા છે. તેવામાં આગામી સમયમાં નેપાળમાં સામાન્ય ચૂંટણી આવે કે ન આવે ઓલી માટે રસ્તો આસાન નથી.

મિશન બંગાળ / બંગાળામાં શાહની ઘમાકેદાર એન્ટ્રી, મમતા સરકારને લાગ્યો મોટો ઝ…

Politics / અમિત શાહે પશ્ચિમ બંગાળમાં કહ્યું – CAAના નિયમો બનાવવાન…

કામરેજ / સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીના પરિણામ જાહેર જાણો કોણ…

સુરત / આત્મનિર્ભર કિન્નર : દાપુ માંગીને નહિ આવી રીતે ચલાવે છે ગુજરા…

Strange / કોરોનાની રસી મનુષ્યને મગરમચ્છ બનાવશે તો મહિલાઓને આવશે દાઢી, …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…