Gujarat Monsoon/ રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 200 તાલુકામાં વરસાદ વરસ્યો, આગામી 24 કલાક ભારે

ગુજરાતમાં વરસાદની સિસ્ટમ  ફરીથી સક્રિય બની છે. તેના પગલે વર્ષા રાણી એક મહિનાના વેકેશન પછી પરત ફરી છે. તેમાં પણ 24 કલાક તો રાજ્યમાં ઘણા ભારે છે. હવામાન વિભાગે નવ જિલ્લામાં એલર્ટ આપ્યું છે.  

Top Stories Gujarat
Gujarat rain Grafic રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 200 તાલુકામાં વરસાદ વરસ્યો, આગામી 24 કલાક ભારે

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ  ફરીથી સક્રિય બની છે. તેના પગલે વર્ષા રાણી એક મહિનાના વેકેશન પછી પરત ફરી છે. તેમાં પણ 24 કલાક તો રાજ્યમાં ઘણા ભારે છે. હવામાન વિભાગે નવ જિલ્લામાં એલર્ટ Gujarat Monsoon આપ્યું છે.  રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 200 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને એલર્ટ છે.મધ્ય ગુજરાત માટે સારા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સુરત અને નર્મદા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

નવસારી, ડાંગઅને તાપી જિલ્લામાં પણ વરસાદને Gujarat Monsoon લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર અને દાહોદમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લામાં સારો એવો વરસાદ પડશે તેવી આગાહી છે. બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.

આમ આગામી સપ્તાહ ગુજરાત માટે વર્ષામય Gujarat Monsoon રહેવાનું છે. રાજ્યમાં વરસાદ ફરીથી પડવાના લીધે ખેડૂતોના ચહેરા પર નૂર આવ્યું છે. પાક સૂકાવવા આવ્યો હતો ત્યાં વરસાદ આવતા તેમના પાકને નવજીવન મળ્યું છે. વરસાદે ખરા સમયે આવીને પાકને નવજીવન પૂરું પાડ્યું છે.

આ પણ વાંચોઃ Earthquake/ મોરક્કોમાં 6.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 296 લોકોના મોત

આ પણ વાંચોઃ Pays A Visit/ જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે સમય વધારાની ASIની અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ નિર્દેશ

આ પણ વાંચોઃ Pays A Visit/ જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે સમય વધારાની ASIની અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો આ નિર્દેશ

આ પણ વાંચોઃ G20 Summit/ G20 સમિટ માટે ઘોષણાપત્ર તૈયાર,આ મુદ્દાઓનો થશે સમાવેશ,જાણો

આ પણ વાંચોઃ Delhi/ દિલ્હીમાં એક ટ્વિટથી પોલીસ બેડામાં મચી દોડધામ, ઓટો વિસ્ફોટક સામગ્રી લઇને પ્રગતિ મેદાન જઇ રહી છે, જાણો પછી શું થયું…