Earthquake/ મોરક્કોમાં 6.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 296 લોકોના મોત

આફ્રિકાના દેશ મોરક્કોમાં વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપે તારાજી સર્જી છે. 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે 296 લોકોના મોત થયા છે. મોરક્કોમાં ભૂકંપ બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

Top Stories World
Earthquake મોરક્કોમાં 6.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 296 લોકોના મોત

આફ્રિકાના દેશ મોરક્કોમાં વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપે તારાજી સર્જી છે. 6.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના કારણે 296 લોકોના મોત થયા છે. મોરક્કોમાં ભૂકંપ બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મોરક્કોના મરાકેશ શહેરમાં આજે ભારતીય સમય અનુસાર 3.41 વાગ્યે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવયા હતા. ભૂકંપનું એપી સેન્ટર મરાકેશ શહેરથી 70 કિલોમીટર દૂર હતું. ભૂકંપની તીવ્રતાનો અંદાજ તમે એના પરથી લગાવી શકો છે કે 350 કિલોમીટર દૂર રાજધાની રબાતમાં તેની અસર જોવા મળી હતી.

https://twitter.com/iamAkramPRO/status/1700312425893957775?s=20

શક્તિશાળી ભૂકંપના કારણે હજારો ઇમારત જમીન દોસ્ત થઇ ગઇ હતી. શહેરમાં અત્યારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં એમ્બ્યુલન્સ જ જોવા મળી રહી છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ભારતના વડાપ્રધાને પણ આ સંકટ સમયે મોરક્કોને શક્ય તમામ દદની તૈયારી બતાવી છે.