Not Set/ પહેલી વખત ભારતે બાયોફ્યુલથી ઉડાવ્યું વિમાન, ઘટશે કાર્બન ઉત્સર્જન

પ્રથમ વખત ભારતે બાયોફ્યુલથી વિમાન ઉડાવીને ભારતે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. સ્પાઇસજેટે બોમ્બેર્ડયર ક્યુ -400 વિમાનને દેહરાદૂનથી દિલ્હી વચ્ચે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સાથે જ ભારત તે દેશોની શ્રેણીમાં આવી ગયું છે જેમણે બાયોફ્યુઅલ સાથે પ્લેન ઉડાવ્યું છે. શું લાભ થશે? બાયોફ્યુઅલ વનસ્પતિ તેલ, રીસાયકલ્ડ ગ્રીસ, શેવાળ, પશુ ચરબી […]

Top Stories India Business
454169 spicejet740 પહેલી વખત ભારતે બાયોફ્યુલથી ઉડાવ્યું વિમાન, ઘટશે કાર્બન ઉત્સર્જન

પ્રથમ વખત ભારતે બાયોફ્યુલથી વિમાન ઉડાવીને ભારતે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. સ્પાઇસજેટે બોમ્બેર્ડયર ક્યુ -400 વિમાનને દેહરાદૂનથી દિલ્હી વચ્ચે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સાથે જ ભારત તે દેશોની શ્રેણીમાં આવી ગયું છે જેમણે બાયોફ્યુઅલ સાથે પ્લેન ઉડાવ્યું છે.

શું લાભ થશે?

બાયોફ્યુઅલ વનસ્પતિ તેલ, રીસાયકલ્ડ ગ્રીસ, શેવાળ, પશુ ચરબી વગેરેમાંથી બનાવવામાં આવે છે. તેને ફોસિલ ફ્યુલની જગ્યાએ વાપરી શકાય છે. હકીકતમાં, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (આઇએટીએ) દ્વારા નામ આપવામાં આવેલા ગ્લોબલ એસોસિએશને લક્ષ્યાંક કર્યો છે કે 2050 સુધીમાં તેમના ઉદ્યોગમાંથી પેદા થયેલ કાર્બન 50 ટકા ઘટાડવામાં આવશે. એક અંદાજ પ્રમાણે, બાયોફ્યુઅલના ઉપયોગને કારણે એવિએશન ક્ષેત્રમાં ઉત્સર્જિત કાર્બન 80 ટકા સુધી ઘટાડી શકાય છે.

શું છે ભારતની યોજના?

ભારત તેલ આયાત પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ‘નેશનલ પોલિસી ફોર બાયોફ્યુઅલ 2018‘ રજુ કરી હતી. જે અંતર્ગત આગામી ચાર વર્ષોમાં ઇથેનોલનું ઉત્પાદન 3 ગણો વધારવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જો આવું થાય તો તેલની આયાતમાં રૂ. 12,000 કરોડ સુધીની બચત થઈ શકે છે.