નિવેદન/ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ન્યુઝીલેન્ડના PMના રાજીનામા આપવાની જાહેરાત મામલે ભારતના રાજકારણ વિશે શું કહ્યું જાણો…

ઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને ગુરુવારે વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ માટે  વડાપ્રધાન જેસિન્ડા આર્ડનની પ્રશંસા કરી હતી

Top Stories India
Jairam Ramesh

Jairam Ramesh:   ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને ગુરુવારે વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ માટે  વડાપ્રધાન જેસિન્ડા આર્ડનની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય રાજકારણને તેમના જેવા વધુ લોકોની જરૂર છે

કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે( Jairam Ramesh) ન્યુઝીલેન્ડના વડાપ્રધાને તેમના ટોચના કાર્યકાળમાં pm પદ પરથી રાજીનામાં  આપવાના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું કે ભારતની રાજનીતિમાં પણ આ ખુબ જરૂરી છે. ન્યુઝીલેન્ડના વડાપપ્રધાને એવા સમયે રાજીનામાની જાહેરાત કરી છે કે જે સમયે દેશ તેમના કામથી ખુબ  પ્રભાવિત છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જયારામ રમેશે ન્યુઝીલેન્ડના વડાપ્રધાનના રાજીનામાના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે , “મહાન ક્રિકેટ કોમેન્ટેટર વિજય મર્ચન્ટે એક વખત તેની કારકિર્દીના શિખર પર નિવૃત્તિ વિશે આ કહ્યું હતું એવી રીતે જાઓ કે  લોકો કહે કેમ છોડી રહ્યા છે એવું ન કહે કેમ નથી જઇ રહ્યા. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન વિજ્ય મર્ચેન્ટની વાતને અનુસરીને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી રહી છે.

ઉલ્લેખનીય છે કે  ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે એ પણ  જાહેરાત કરી કે તે હવે ચૂંટણી લડશે નહીં. તેમણે કહ્યું કે તે ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજીનામું આપી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન જેસિન્ડા હવે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે આ સાથે તેમણે કહ્યું છે કે આ વર્ષે યોજાનારી ચૂંટણી પર ન્યુઝીલેન્ડના લોકોને અસર કરતા મુદ્દાઓ અને સરકાર પર ધ્યાન આપશે.

PM Modi-Mumbai/પીએમ મોદી મુંબઈને 38000 કરોડની યોજનાઓ આજે ભેટ આપશે