Not Set/ લખીમપુર ખીરી મામલે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને લગાવી ફટકાર,જાણો શું કહ્યું

યુપી સરકારે સાક્ષીઓના નિવેદનો જાહેર કરવા માટે સમય માંગ્યા બાદ કોર્ટે કાર્યવાહી સ્થગિત કરી હતી. સુપ્રીમ કોર્ટે હવે આ મામલાની આગામી સુનાવણી 26 ઓક્ટોબરે કરવાનો નિર્ણય કર્યો છે.

Top Stories
suprime 3 લખીમપુર ખીરી મામલે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને લગાવી ફટકાર,જાણો શું કહ્યું

લખીમપુર હિંસા મામલે આજે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે અમને એવું લાગે છે કે તમે તમારી જવાબદારીથી બચી રહ્યા છો,આવું ન કરો.કોર્ટે યુપી સરકારને આ કેસમાં બાકીના સાક્ષીઓના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવાનો આદેશ આપ્યો હતો. યુપી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેણે કુલ 44 સાક્ષીઓમાંથી 4 ના નિવેદન નોંધ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે યુપી સરકારે રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટ અંગે આ કહ્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત યુપી સરકારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠને કહ્યું કે અન્ય સાક્ષીઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. યુપી સરકારે સાક્ષીઓના નિવેદનો જાહેર કરવા માટે સમય માંગ્યા બાદ કોર્ટે કાર્યવાહી સ્થગિત કરી હતી. સુપ્રીમ કોર્ટે હવે આ મામલાની આગામી સુનાવણી 26 ઓક્ટોબરે કરવાનો નિર્ણય કર્યો છે. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે વકીલોએ આ મામલે અરજી દાખલ કરી અને ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કર્યા બાદ કોર્ટે સુનાવણી શરૂ કરી હતી.

 ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં 3 ઓક્ટોબરે એક એસયુવી દ્વારા આંદોલનકારી ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા હતા. આ પછી, ફાટી નીકળેલી હિંસામાં વધુ 4 લોકોના મોત થયા હતા. જેમાં સ્થાનિક પત્રકાર રમણ કશ્યપ અને ભાજપના ત્રણ કાર્યકરોનો સમાવેશ થાય છે. આ બાબતે એટલી રાજકીય ઉગ્રતા પકડી કે ઘણા દિવસો સુધી રાજ્ય સરકારે લખીમપુર ખીરીમાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, બાદમાં અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના ઘણા નેતાઓ લખીમપુર ખીરી પહોંચ્યા હતા જેથી તેઓ પરેશાન ખેડૂતોને મળી શકે.