Not Set/ અમેઠીમાં આજે હાઈવોલ્ટેજ ટક્કર, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની વચ્ચે થશે “આર યા પાર”

અમેઠી, આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે ચહેલ – પહેલ શરુ થઇ ગઈ છે. એક બાજુ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શરૂઆત સાથે જ પંજાબના ગુરદાસપુરથી “મિશન ૨૦૧૯”ની શરૂઆત કરી છે, ત્યારબાદ હવે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીના પ્રવાસે છે. જો કે રાહુલ ગાંધીની આ બે દિવસીય […]

Top Stories India Trending
Smriti Vs Rahul gnadhi story અમેઠીમાં આજે હાઈવોલ્ટેજ ટક્કર, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની વચ્ચે થશે "આર યા પાર"

અમેઠી,

આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ વચ્ચે ચહેલ – પહેલ શરુ થઇ ગઈ છે. એક બાજુ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શરૂઆત સાથે જ પંજાબના ગુરદાસપુરથી “મિશન ૨૦૧૯”ની શરૂઆત કરી છે, ત્યારબાદ હવે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીના પ્રવાસે છે.

જો કે રાહુલ ગાંધીની આ બે દિવસીય મુલાકાત હાઈવોલ્ટેજ ટક્કર માનવામાં આવી રહી છે કારણ કે આ દરમિયાન મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની પણ અમેઠીમાં છે.

IndiaTv40d95f rahul અમેઠીમાં આજે હાઈવોલ્ટેજ ટક્કર, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની વચ્ચે થશે "આર યા પાર"
national-lok-sabha-election-2019-congress-rahul-gandhi-amethi-visit-smriti-irani-High voltage collision

અમેઠીમાં એક જ દિવસે આ બંને નેતાઓની હાજરીથી રાજકારણનો પારો પણ ગરમાયો છે.

કોંગ્રેસ અધ્યક્ષ અમેઠીની મુલાકાત દરમિયાન ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. તેઓ ખેડૂતો સાથે તેઓની પરિસ્થિતિ પર ચર્ચા, નોટબંધી અને રાફેલ સહિતના મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરી શકે છે.

2019 1image 19 39 387543380smirti ll અમેઠીમાં આજે હાઈવોલ્ટેજ ટક્કર, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની વચ્ચે થશે "આર યા પાર"
national-lok-sabha-election-2019-congress-rahul-gandhi-amethi-visit-smriti-irani-High voltage collision

જયારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ અમેઠીમાં ગરમ વસ્ત્રોના વિતરણ કાર્યક્રમમાં હાજર રહેશે તેમજ તેઓ એક વિદ્યાલયની આધારશીલા તેમજ CHC ગૌરીગંજમાં સીટી સ્કેન મશીનનું ઉદ્ઘાટન પણ કરશે.

આ મુલાકાત એટલા માટે ખાસ માનવામાં આવી રહી છે કારણ કે, અમેઠી લોકસભા સીટ એ ગાંધી પરિવારની પરંપરાગત લોકસભા સીટ છે. જયારે વર્ષ ૨૦૧૪માં સ્મૃતિ ઈરાની આ સીટ પરથી રાહુલ ગાંધી વિરુધ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા.