Not Set/ 10 ચોપડી ભણેલા આરોપીએ ATM કાર્ડનુ ક્લોન કરીને કરી છેતરપિંડી,પોલીસ પણ રહી ગઈ દંગ

સાબરકાંઠા, સાબરકાંઠાના પ્રાંતિજમાં એટીએમ મશીનમાં સ્કીમર લગાવીને એટીએમ કાર્ડનુ ક્લોન કરી છેતરપીંડી કરતાં શખ્સોનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સાથે બે આરોપીની ધરપકડક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બન્ને શખ્સો હરિયાણાના હોવાનું બહાર આવ્યું છે અને આ બન્નેએ અત્યાર સુધીમાં અનેક સ્થળોએથી એટીએમ કાર્ડ ક્લોન કરીને છેતરપીંડી આચરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય […]

Top Stories Gujarat Others
mantavya 81 10 ચોપડી ભણેલા આરોપીએ ATM કાર્ડનુ ક્લોન કરીને કરી છેતરપિંડી,પોલીસ પણ રહી ગઈ દંગ

સાબરકાંઠા,

સાબરકાંઠાના પ્રાંતિજમાં એટીએમ મશીનમાં સ્કીમર લગાવીને એટીએમ કાર્ડનુ ક્લોન કરી છેતરપીંડી કરતાં શખ્સોનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સાથે બે આરોપીની ધરપકડક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બન્ને શખ્સો હરિયાણાના હોવાનું બહાર આવ્યું છે અને આ બન્નેએ અત્યાર સુધીમાં અનેક સ્થળોએથી એટીએમ કાર્ડ ક્લોન કરીને છેતરપીંડી આચરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ બન્ને શખ્સો ઓનલાઇન સાઇટ પર સર્ચ કરીને એટીએમ મશીનમાં લગાડવાનુ સ્કીમર મંગાવીને યુટ્યુબ પરથી એટીએમ ક્લોન કરવાનુ શીખ્યા હતા. શાંતનુ શર્મા અને સંદીપ કૌશીક નામના બંને શખ્શોએ અત્યાર સુધીમાં ૧૨૦ જેટલા એટીએમ કાર્ડ ક્લોન કર્યા છે અનેતેમાં થી તેઓ પૈસા ઉપાડતા હતા.

સ્કીમરને તેઓ એટીએમમાં લગાડતા હતા અને  પૈસા ઉપાડવા આવેલ એટીએમ ધારકની પાછળ ઉભા રહીને પાસવર્ડ જાણી લેતા હતા. બાદમાં તેઓ અમદાવાદના અન્ય સ્થળેથી એટીએમમાંથી ઉપાડી લેતા હતા.

જો કે આ બન્નેએ આવી રીતે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતી. જેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ બન્ને શખ્સો ઝડપાઇ ગયા હતા.

આરોપી શાંતનુ શર્મા અગાઉ આવાજ ગુનામાં ઝડપાયો હોવાને લઇને ત્રણ માસથી જુનાગઢ જેલામાં હોવાનુ જણાતા એસઓજીએ તેને લાવીને પુછપરછ હાથ ધરતા જ પોલીસને આખાય રેકેટ સ્વરુપનો ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી.

પોલીસ પણ દંગ રહી ગઇ હતી કે બંને માત્ર ધોરણ દશ પાસ હોવા છતાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવામા માહીર છે અને બંને જણાં ઓનલાઇન સાઇટ સર્ચ કરીને તેઓ એટીએમ ક્લોન કરવાના સ્કીમર સહીતની ચિજો ખરીદીને મંગવાતા હતા અને તેનો ઉપયોગ યુટ્યુબ ચેનલ મારફતે કરતા શિખીને આખરે છેતરપીંડીનો સિલસીલો શરુ કર્યો હતો.

આરોપી શાંતનુ શર્મા ગાંધીનગરના માણસાની હોસ્પીટલના સરકારી ક્વાર્ટસમાં રહેતો હતો અને ગાંધીનગર અને માણસામાં ટેક્ષી ચલાવવાની સાથે તે છેતરપીંડી આચરતો હતો. પરંતુ હવે તે હાલ તો જેલના સળીયા પાછળ ધકેલાઇ ગયો છે. પોલીસને આશા છે કે બંને પાસેથી આંતરરાજ્ય છેતરપીંડીના ખુલાસા થઇ શકે છે અને હવે તે દીશામા પણ તપાસ હાથ ધરી છે.