ઉત્તરાખંડ/ દહેરાદૂનમાં આરોપીએ પોતાના પરિવારના પાંચ સભ્યોની નિર્દેય રીતે કરી હત્યા,માતા,પત્ની એને બાળકોને રહેંસી નાંખ્યા

દેહરાદૂનના ડોઇવાલા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકોમાં આરોપીની માતા, પત્ની અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે

Top Stories India
5 51 દહેરાદૂનમાં આરોપીએ પોતાના પરિવારના પાંચ સભ્યોની નિર્દેય રીતે કરી હત્યા,માતા,પત્ની એને બાળકોને રહેંસી નાંખ્યા

દેહરાદૂનના ડોઇવાલા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે. મૃતકોમાં આરોપીની માતા, પત્ની અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ કરવામાં આવી રહી છે.આરોપીએ તેની માતા, પત્ની અને ત્રણ બાળકોનું ગળું કાપીને હત્યા કરી હતી. આ ઘટના બાદ ડોઇવાલામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

એસએસપી દલીપ સિંહ કુંવર અને એસપી દેહત કમલેશ ઉપાધ્યાય ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પૂજા પાઠ કર્યા બાદ આરોપીઓએ પરિવારના દરેક સભ્યોની હત્યા કરી નાખી.આરોપનીનું નામ મહેશ કુમાર છે, રાનીપોખરી દહેરાદૂનમાં રહે છે. તે પંડિત તરીકે કામગીરી કરે છે.તેની માતા માનસિક રીતે અસ્વસ્થ હતી જ્યારે એક પુત્રી અપંગ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તેનો એક ભાઈ ઋષિકેશમાં રહે છે.

રાણીપોખરી પોલીસ સ્ટેશનના એસઓ શિશુપાલ રાણાએ જણાવ્યું કે આરોપીઓએ શા માટે પરિવારના સભ્યોની હત્યા કરી તે અંગેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી અને ન તો તે કંઈ કહી રહ્યાે છે. તેના સંબંધીઓને બોલાવવામાં આવી રહ્યા છે.

.