Not Set/ ગાંધીનગર:જુના કામદારોને કાયમી નહીં કરાય તો 162 પાલિકાના કામદારો કરશે ભૂખ હડતાલ

ગાંધીનગર, 25, જુન 2018. ગાંધીનગર જીવરાજ મહેતા ભવન સામે વાલ્મિકી સંગઠન દ્વારા સરકાર સામે દેખાવો કરી આવેદન પત્ર આપવવામાં આવ્યું  હતું. સરકાર દ્વારા છોટા ઉદેપુર તથા હાલોલ નગરપાલિકા માં 50% સફાઈ કામદારોની ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ સિનિયોરિટી પ્રમાણે ભરતી નહીં કરી અને ડાયરેકટ ભરી કરવાની જાહેરાત કરી હતી. તેમજ રોસ્ટર પ્રથા નાબૂદ નહીં કરતા આ […]

Top Stories Gujarat
સ્ફલજdslkthslkhkjshglkjhdfslkgjhdfskg ગાંધીનગર:જુના કામદારોને કાયમી નહીં કરાય તો 162 પાલિકાના કામદારો કરશે ભૂખ હડતાલ

ગાંધીનગર,

25, જુન 2018.

ગાંધીનગર જીવરાજ મહેતા ભવન સામે વાલ્મિકી સંગઠન દ્વારા સરકાર સામે દેખાવો કરી આવેદન પત્ર આપવવામાં આવ્યું  હતું. સરકાર દ્વારા છોટા ઉદેપુર તથા હાલોલ નગરપાલિકા માં 50% સફાઈ કામદારોની ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ સિનિયોરિટી પ્રમાણે ભરતી નહીં કરી અને ડાયરેકટ ભરી કરવાની જાહેરાત કરી હતી. તેમજ રોસ્ટર પ્રથા નાબૂદ નહીં કરતા આ અન્યાયના વિરોધમાં વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો અમને ન્યાય નહીં મળે તો 160 થી વધુ નગરપાલિકા ના સફાઈ કામદારો ભૂખ હડતાળ કરીશું.

ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા આજે ગાંધીનગર જીવરાજ મહેતા ભવન સામે પોતાના પ્રશ્નોના ઉકેલ નહીં આવતા સરકાર સામે દેખાવો કરી આવેદન પત્ર આપ્યું હતું.

સરકાર દ્વારા છોટા ઉદેપુર તથા હાલોલ નગરપાલિકા માં 50% સફાઈ કામદારોની ભરતી કરવાની જાહેરાત કર્યા બાદ સિનિયોરિટી પ્રમાણે ભરતી નહીં કરી અને ડાયરેકટ ભરી કરી તેમજ રોસ્ટર પ્રથા નાબૂદ નહીં કરતા આ અન્યાયના વિરોધમાં આજે વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર વિરોધી સૂત્રો ચાર કરી એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો અમને ન્યાય નહીં મળે તો 160 થી વધુ નગરપાલિકા ના સફાઈ કામદારો ભૂખ હડતાળ કરીશું.

ગુજરાત વાલ્મિકી સંગઠનના અગ્રણી લાલજીભાઈ ભગતે મંતવ્યને આપેલા અહેવાલમાં જાણાવ્યું હતું કે,

“અમારી માંગણી છે કે વાલ્મિકી સમાજનું જે શોષણ થઈ  રહ્યું છે તેને અટકાવવામાં આવે અને નીતિનભાઈ પટેલે જે જાહેરાત કરી હતી કે સફાઈ કામદાર એ રોજમદારને કાયમી કરવાના. પરંતુ આ સરકારે આ માગ સ્વીકારી અનેથી અને આ મુદ્દે રાજનીતિ રમી રહ્યા છે. જાહેરતમાં જે 50% છે તેમાં અન્ય લોકોની ભરતી કરવામાં આવે છે. તો આ મુદ્દેની જાહેરાત કરવા અમે મુખ્યમંત્રીશ્રી પાસે જઈ રહ્યા છીએ ત્યારે અમારું આવેદન સ્વીકારવામાં આવતું નથી અને અમારી ધરપકડ કરવામાં આવી રહી છે.

અમારી માગણી છે કે વર્ષથી જે સફાઈ કામદારો કામ કરે છે તેને સિનિયોરિટી પ્રમાણે કાયમી કરવા જોઈએ. પરંતુ આ સરકાર આવું પગલું લેવામાં નથી સમજી રહી. જો અમને યોગ્ય જવાબ નહિ મળે તો અમે 162 નગરપાલિકાના સફાઈ કામદારો ભૂખ હડતાળ કરીશું.