Not Set/ દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા આટલા કેસ

દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 44,230 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 555 લોકોનાં મોત થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી.

Top Stories India
11 102 દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા આટલા કેસ

દેશમાં ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 44,230 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 555 લોકોનાં મોત થયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી. મંગળવારે ભારતમાં 29,689 નવા કોવિડ કેસ નોંધાયા હતા. 132 દિવસ પછી, કોરોનાનાં 30,000 થી ઓછા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો – Interesting / બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

કેરળમાં કોરોના વાયરસનાં સતત વધી રહેલા કેસો બાદ હવે કર્ણાટક અને તમિલનાડુ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં સંક્રમણનાં કેસો ઝડપથી વધવા લાગ્યા છે. શુક્રવારે દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા સતત બીજા દિવસે વધી છે. આ આંકડા જાહેર કરતાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 44,230 નવા દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે 555 લોકોનાં મોત નીપજ્યાં છે. ચિંતાની બીજી બાબત એ છે કે સતત બીજા દિવસે કોરોનામાંથી ઠીક થતા દર્દીઓની સંખ્યામાં દૈનિક કેસોની સરખામણીમાં ઘટાડો થયો છે. છેલ્લા એક દિવસમાં કોરોનાનાં 42,360 દર્દીઓ ઠીક થયા છે.

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, આ નવા આંકડાઓ સાથે દેશમાં કોરોના વાયરસનાં કેસોની કુલ સંખ્યા વધીને 3,15,72,344 અને ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 3,07,43,972 થઈ ગઈ છે. વળી સંક્રમણનાં કારણે 4,23,217 લોકોએ જીવ ગુમાવ્યો છે. રિકવર દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, કોરોનાનાં એક્ટિવ કેસોમાં વધારો થયો છે અને હાલમાં દેશમાં 4,05,155 એક્ટિવ દર્દીઓ છે. આ ઉપરાંત દેશનાં તમામ રાજ્યોમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત કોરોના વાયરસ રસીનાં કુલ 45,27,93,441 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – કોરોનાની અસર / સાઉદી અરેબીયાએ નાગરિકોને આપી ચેતવણી, ભારત સહિત આ 16 દેશોની કરી મુસાફરી તો…

આપને જણાવી દઈએ કે, હાલમાં કેરળમાં કોરોના વાયરસનાં સૌથી વધુ કેસ મળી રહ્યા છે. કોરોનાનાં કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે સપ્તાહનાં અંતે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો હુકમ જારી કર્યો છે, જે અંતર્ગત આવતીકાલે એટલે કે 31 જુલાઇ અને 1 ઓગસ્ટનાં રોજ રાજ્યમાં લોકડાઉન લાગુ થશે. વળી, કેન્દ્ર સરકારે કેરળમાં વધતા જતા કેસોની નોંધ લેતા નિષ્ણાતોની ટીમ પણ મોકલી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.