USA-Gujarati-Violence/ અમેરિકાની ઘેલછાનું પરિણામ જુઓ, લાતો ખાવી પડે છે અને તે પણ પોતાના જ સંબંધીની

અમેરિકામાં એક ગુજરાતની યુવકની સાથે ક્રૂરતા બીજા ગુજરાતીએ જ આચરી છે. આજે આપણે અમેરિકામાં બીજા લોકો દ્વારા દુર્વ્યવહાર થાય તો રડારોળ મચાવી દઈએ છીએ, પણ એક ગુજરાતીને બીજો ગુજરાતી ખુલ્લેઆમ બેફામ મારી રહ્યો છે ત્યારે બધા ગુજરાતીઓના મોઢા બંધ છે.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 2024 04 07T115934.615 અમેરિકાની ઘેલછાનું પરિણામ જુઓ, લાતો ખાવી પડે છે અને તે પણ પોતાના જ સંબંધીની

ન્યૂયોર્કઃ વિદેશ જવાની ઘેલછા કેવી મોંઘી પડી શકે છે તેનું ઉદાહરણ જોવા મળી રહ્યુ છે. તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા વધારે છે. ગુજરાતીઓ તેવું માની બેઠા છે કે અમેરિકા જઈએ એટલે લાઇફ સેટ, પણ જો તમે આ સમાચાર જાણશો તો ખબર પડશે કે તમારી માન્યતા કેટલી ખોટી છે. વિદેશ જવાની ઘેલછા તમને ભારે પડી શકે છે.

તેનો બોલતો પુરાવો સામે આવ્યો છે. અમેરિકામાં એક ગુજરાતની યુવકની સાથે ક્રૂરતા બીજા ગુજરાતીએ જ આચરી છે. આજે આપણે અમેરિકામાં બીજા લોકો દ્વારા દુર્વ્યવહાર થાય તો રડારોળ મચાવી દઈએ છીએ, પણ એક ગુજરાતીને બીજો ગુજરાતી ખુલ્લેઆમ બેફામ મારી રહ્યો છે ત્યારે બધા ગુજરાતીઓના મોઢા બંધ છે.

ગુજરાતી સ્ટોરનો માલિક ગુજરાતી કામદારને એક કે બે વાર નહીં પણ વારંવાર પીટી રહ્યો છે. ફક્ત બે ડોલર કમાવવા ગયેલો વ્યક્તિ માલિકની ક્રૂરતા સામે લાચાર છે અને તેનું ત્યાં કોઈ ના હોઈ માર ખાવો પડી રહ્યો છે. તેથી જો તમે વિદેશમાં તમારા સંતાનને કોઈને ત્યાં મોકલતા હોય અને તેના સ્ટોરમાં કામ કરીને કમાવવા મોકલતા હોય તો ચેતજો. આ સ્ટોર માલિક ગુજરાતીને એક કે બે વાર નહીં પણ વારંવાર માર મારી રહ્યો છે. તેને અપમાનિત કરી રહ્યો છે.

આ દુકાનનો માલિક ગાંધીનગરના ભાવપુરા ગામનો વતની અને કામદાર સંબંધી મહેસાણાના જેતલપુરનો વતની હોવાનું ચર્ચાય છે. આ કામદાર સારા જીવન માટે ગેરકાયદેસર અમેરિકા ગયો હોવાથી તે લાચારીમાં અહીં કામ કરવા મજબૂર છે.

દુકાનનો માલિક ત્યાં કામ કરતા તેના સંબંધીને કોઈ વેતન આપતો નથી અને તેના પર ક્રૂરતા આચરે છે. દુકાનના માલિકે મહેસાણાથી સંબંધીને તેની સાથે જોડાવવા બોલાવ્યા અને તે પણ ગેરકાયદેસર રીતે અમેરિકા લાવ્યા હોવાની માહિતી મળી છે. સ્ટોર માલિક તેને પગાર પણ આપતો નથી. ગુજરાતી માલિક કામદારને બેફામ અપશબ્દો બોલીને ગડદાપાટુનો માર મારી રહ્યો છે. તેને કામ આવડતું નથી તેમ કહીને માર મારી રહ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા સમગ્ર ન્યુયોર્કના ગુજરાતી સમાજમાં આ સ્ટોરમાલિક સામે ફિટકાર વ્યાપી ગયો છે. તેની સાથે ભાવપુરા ગામના લોકો પણ તેમના જ ગામની વ્યક્તિ પર ફિટકાર વરસાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ

આ પણ વાંચો: Surat-VarachhaPI/વરાછાના પીઆઈની તોછડાઈ એસીપીને ભારે પડીઃ કોર્ટનું હાજર થવા ફરમાન