Not Set/ અંબાજી : ભાદરવી પૂનમના મેળાનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ

શક્તિપીઠ અંબાજી માં જગત જનની માં અંબાના ભાદરવી પૂનમના મેળાનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. પત્ની સાથે આવેલા મુખ્યમંત્રીએ વહેલી સવારે માતા ની મંગળા આરતી કરી તે બાદ ભાદરવી પૂનમના મહામેળામાં એ ખુલ્લો મુક્યો. 51 શક્તિપીઠોમાં જેનું અગત્યનું સ્થાન છે એવા અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ […]

Top Stories Videos
રૂપાણી અંબાજી : ભાદરવી પૂનમના મેળાનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ

શક્તિપીઠ અંબાજી માં જગત જનની માં અંબાના ભાદરવી પૂનમના મેળાનો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. પત્ની સાથે આવેલા મુખ્યમંત્રીએ વહેલી સવારે માતા ની મંગળા આરતી કરી તે બાદ ભાદરવી પૂનમના મહામેળામાં એ ખુલ્લો મુક્યો.

51 શક્તિપીઠોમાં જેનું અગત્યનું સ્થાન છે એવા અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહી આ મેળાનો પ્રારંભ કરાવ્યો. વહેલી સવારે મંગળા આરતી કરી. મુખ્યમંત્રીએ માતાને ધજા પણ ચડાવી હતી. તે બાદ માતાની 3d પિક્ચર મુખ્યમંત્રીએ નિહાળી હતી. મુખ્યમંત્રી અને તેમના પત્નીએ રથ ખેંચી ભાદરવી પૂનમના મેળાની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લાના વહીવટી તંત્ર સહિત ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા.

ભાદરવી પૂનમ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માં અંબાને ગુજરાત રાજ્યની મંગલ કામના માટે પ્રાર્થના કરી તેમજ ગુજરાત ઉતરોતર પ્રગતિ કરે તેવી અરજ પણ કરી. પદયાત્રીઓ માટે સરકાર અને વહીવટી તંત્ર સજ્જ  છે. વડાપ્રધાન મોદીના સંકલ્પો સાકાર થાય, સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન મેળા દરમિયાન કારગર થાય તે માટે પદયાત્રીઓ ખાસ તકેદારી રાખે તેવી પણ અરજ મુખ્યમંત્રીઓએ પદયાત્રીઓ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.