Not Set/ પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ, દિવસ રાત એક કરી રહ્યા છે આ વયોવૃદ્ધ

એક તરફ પર્યાવરણ બચાવવા સરકાર તરફથી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છતાં પર્યાવરણની જાળવણી કરવામાં ક્યાંકને ક્યાંક સરકાર નિષ્ફળ નીવડી રહી છે. આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ઓલપાડના કાંઠા વિસ્તારમાં દરિયા કિનારે આવેલા ગામ દાંડીમાં એક વયોવૃદ્ધ પર્યાવરણને બચાવવા દિવસ રાત એક કરતા નજરે પડી રહ્યા છે. […]

Top Stories Gujarat Trending
surat 3 પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ, દિવસ રાત એક કરી રહ્યા છે આ વયોવૃદ્ધ

એક તરફ પર્યાવરણ બચાવવા સરકાર તરફથી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છતાં પર્યાવરણની જાળવણી કરવામાં ક્યાંકને ક્યાંક સરકાર નિષ્ફળ નીવડી રહી છે.

આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ઓલપાડના કાંઠા વિસ્તારમાં દરિયા કિનારે આવેલા ગામ દાંડીમાં એક વયોવૃદ્ધ પર્યાવરણને બચાવવા દિવસ રાત એક કરતા નજરે પડી રહ્યા છે.

ઓલપાડના દાંડી ગામના નિવૃત રતિલાલ ભાઈએ ભાવી પેઢીની તંદુરસ્તી માટે પર્યાવરણ બચાવવા દાંડીના દરિયાકિનારે 15થી વધુ અલગ અલગ જાતના લીલાછમ વૃક્ષો વાવી એક અનોખું ઉદાહરણ પૂરું પડ્યું છે.

surat 2 પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ, દિવસ રાત એક કરી રહ્યા છે આ વયોવૃદ્ધ

દરિયા કિનારાના વિસ્તારમાં પીવાના પાણી માટે હંમેશા તંગી રેહતી હોઈ છે. પીવા માટેનું પાણી માંડ ૨ દિવસમાં એક વાર એકાદ કલાક માટે આવતું હોય છે. વૃક્ષોને પાણી પીવડાવવા માટે ગામ થી દરિયા કિનારા સુધી ૩૦૦ મીટરના રસ્તા પર દિવસના ૧૦થી વધુ ફેરા મારે છે.

surat 4 પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ, દિવસ રાત એક કરી રહ્યા છે આ વયોવૃદ્ધ

જોકે રતિલાલ ભાઈએ વારંવાર ગ્રામપંચાયતમાં પાણીની લાઈન દરીયા કીનારા સુધી લંબાવવા માટે રજૂઆત પણ કરી છે. પરંતુ હજુ સુધી પંચાયત દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

surat 1 પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ, દિવસ રાત એક કરી રહ્યા છે આ વયોવૃદ્ધ

રતિલાલ ભાઈની આજની કામગીરી લોકો નજરે નિહાળી રહ્યા છે. પરંતુ કોઈ મદદ માટે હાથ આગળ નથી કરતુ. ગામનું યુવાધન જે આ રતિલાલ ભાઈની કામગીરી જોઈ મોઢું ફેરવે છે. એમને ખબર નથી કે એ લોકોની આવતીકાલ માટે જ આ કાર્ય કરાય રહ્યું છે. જોકે ગામના કેટલાક લોકો રતિલાલ ભાઈની કામગીરીને બિરદાવી પણ રહ્યા છે અને સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા એક પાણીની લાઈન કે પાણી માટેની અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને માત્ર ૧૫ વૃક્ષો જ નહિ પરંતુ દાંડીના આખા દરિયાકિનારે વૃક્ષોવાવી શકાય જેથી ગ્રામજનો સાથે સાથે દરિયા કિનારે આવતા સહેલાણીઓને પણ સુવિધા મળી shકે.