Not Set/ CM રૂપાણી તથા વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવતીકાલે લોન વિતરણ સમારોહ

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજ્યના ઉર્જા મંત્રી  સૌરભભાઈ પટેલના હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

Top Stories Gujarat
cm with vibhavari ben CM રૂપાણી તથા વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવતીકાલે લોન વિતરણ સમારોહ

કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજ્યના ઉર્જા મંત્રી  સૌરભભાઈ પટેલના  હસ્તે થશે.

રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે તા.૦૪/૦૮/૨૦૨૧ સવારે ૧૦:૦૦ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે “નારી ગૌરવ” દિવસ અંતર્ગત લોન વિતરણ સમારોહ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી તથા  શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે.કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજ્યના ઉર્જા મંત્રી  સૌરભભાઈ પટેલના હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રંસગે સાંસદમોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચના પ્રભારી અંજલિબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.

“મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY) લાભ

મહિલાઓના “જોઇન્ટ લાયાબિલિટી અર્નિગ એન્ડ સેવિંગ ગ્રુપ (JLESG)”ને રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ પુરા) વ્યાજ સહિત બેંકધિરાણ
·        જુથ વતી રાજ્ય સરકાર દ્વારા બેંકને વ્યાજ ચુકવણી
·        જુથને કોઇપણ પ્રકારની ગેરંટી વગર ધિરાણ
·        બેંક ધિરાણમાં સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ

લાભાર્થી તરીકે પાત્રતા

·        ઉંમર ૧૮ થી ૫૯ વર્ષની વયજૂથમાં ૧૦ મહિલાઓનું જુથ
·        એક જુથમાં એક કુટુંબની એક જ મહિલા જુથના સભ્ય તરીકે જોડાઈ શકશે
·        જુથમાં તમામ સભ્યોનું રહેઠાણ અથવા કાર્યસ્થળ નજીક હોવું જોઈએ
·        કોઈ ધિરાણ સંસ્થાની લોન બાકી ન હોય તેવા હયાત જુથો પણ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે
·        આ ઉપરાંત યોજનાની માર્ગદર્શિકાની અન્ય તમામ શરતોને આધીન રહી કાર્યવાહી કરવાની રહેશે
નારી ગૌરવ દિવસની ઉજવણીમાં શહેરી વિકાસમાં ૨૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૦ મળી કુલ ૪૦૦ લાભાર્થીઓને લાભ મળનાર છે.

sago str 1 CM રૂપાણી તથા વિભાવરીબેન દવેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવતીકાલે લોન વિતરણ સમારોહ