Not Set/ એનઆરસી માંથી બહાર થયેલા લોકો બીજા રાજ્યમાં ના જાય : બાયોમેટ્રિક ડેટા દ્વારા ટ્રેક કરાશે

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેઓ 40 લાખ લોકોની બાયોમેટ્રીક તપાસ કરવા પર વિચાર કરી રહી છે. જેમના નામનો આસામ એનઆરસી છેલ્લા ડ્રાફ્ટમાં સમાવેશ થયો નથી. જેમને ખોટી ઓળખના આધારે બીજા રાજ્યોમાં પ્રવેશથી રોકી શકાશે. કેન્દ્ર તરફથી ઉપસ્થિત એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ આર.એફ. નરીમનની બેચને કહ્યું કે, પશ્વિમ બંગાળ […]

Top Stories India
aa Cover 9gpfqns013h6cevmjoiako60u7 20180428021407.Medi એનઆરસી માંથી બહાર થયેલા લોકો બીજા રાજ્યમાં ના જાય : બાયોમેટ્રિક ડેટા દ્વારા ટ્રેક કરાશે

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેઓ 40 લાખ લોકોની બાયોમેટ્રીક તપાસ કરવા પર વિચાર કરી રહી છે. જેમના નામનો આસામ એનઆરસી છેલ્લા ડ્રાફ્ટમાં સમાવેશ થયો નથી. જેમને ખોટી ઓળખના આધારે બીજા રાજ્યોમાં પ્રવેશથી રોકી શકાશે.

કેન્દ્ર તરફથી ઉપસ્થિત એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ આર.એફ. નરીમનની બેચને કહ્યું કે, પશ્વિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોએ આશંકા વ્યક્ત કરી છે કે એવા લોકો જેમના નામ એનઆરસીના બીજા અને છેલ્લા ડ્રાફ્ટમાં નથી. તેઓ અન્ય રાજ્યોમાં ભાગી શકે છે.

NRCAssam 222027008 6 e1533106222968 એનઆરસી માંથી બહાર થયેલા લોકો બીજા રાજ્યમાં ના જાય : બાયોમેટ્રિક ડેટા દ્વારા ટ્રેક કરાશે

વેણુગોપાલે કહ્યું કે, રાજ્યોની શંકાને દૂર કરવા માટે સરકારે 40 લાખથી વધારે લોકોના બાયોમેટ્રીક ડેટા એકત્ર કરવા ઉપર વિચાર કરી રહી છે. જેથી કરીને તેમને વિદેશી જાહેર કરી શકાય. અને ખોટી ઓળખના આધારે બીજા રાજ્યોમાં ઘુષણખોરી ન શકે. અને સંબંધીત અધિકારીઓ તેમની ઓળખ મેળવી શકે.

સુપ્રીમ કોર્ટની આ બેચે કહ્યું કે, સરકાર જે પણ કરવા ઇચ્છે છે એ કરી શકે છે. કોર્ટ એની તપાસ કરશે. બેચે કહ્યું કે તમે જેમ કરવા ઇચ્છો એ કરી શકો છો. અત્યારે અમે ટિપ્પણી નહીં કરીએ. પહેલા તમે કામ પતાવો અને પછી જ અમે તપાસ કરીશું. અમારું મૌન સહમતિ કે આશ્વાસનનું પ્રતિક નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે 40 લાખથી વધારે લોકોના નામ એનઆરસી છેલ્લા ડ્રાફ્ટમાં સામેલ નથી થયા. તેમની સામે દંડાત્મક કાર્યવાહી ન કરી શકાય. કારણ કે આ માત્ર ડ્રાફ્ટ છે.

NRC e1533106245331 એનઆરસી માંથી બહાર થયેલા લોકો બીજા રાજ્યમાં ના જાય : બાયોમેટ્રિક ડેટા દ્વારા ટ્રેક કરાશે