Not Set/ ગઢડા ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન ઝડપાયો બોગસ વોટર

મંતવ્ય ન્યૂઝ, વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના આધિપત્ય માટે ગઢડા ખાતે ચાલી રહેલી મતદાન પ્રક્રિયા દરમિયાન એક બોગસ મતદાર ઝડપાયો છે. ઝડપાયેલા બોગસ મતદાર પાસેથી અન્યના નામનું ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ મળી આવ્યા. મતદાન કરવા આવેલા આ શખ્સની શંકાસ્પદ હિલચાલ જણાતા પ્રિસાઈડિંગ ઓફિસરે તેની પાસે રહેલા ઓળખપત્ર ચકાસ્યા હતા. જ્યાં મતદાર બોગસ હોવાનો ખુલાસો થયો હતો. બોગસ […]

Top Stories Gujarat Others
Bogus voter ગઢડા ચૂંટણીની મતદાન પ્રક્રિયા દરમિયાન ઝડપાયો બોગસ વોટર

મંતવ્ય ન્યૂઝ,

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના આધિપત્ય માટે ગઢડા ખાતે ચાલી રહેલી મતદાન પ્રક્રિયા દરમિયાન એક બોગસ મતદાર ઝડપાયો છે. ઝડપાયેલા બોગસ મતદાર પાસેથી અન્યના નામનું ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ મળી આવ્યા. મતદાન કરવા આવેલા આ શખ્સની શંકાસ્પદ હિલચાલ જણાતા પ્રિસાઈડિંગ ઓફિસરે તેની પાસે રહેલા ઓળખપત્ર ચકાસ્યા હતા. જ્યાં મતદાર બોગસ હોવાનો ખુલાસો થયો હતો. બોગસ મતદાર ઝડપાતા ફરી એકવાર ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં રાજકારણ ગરમાયું છે.