Not Set/ નોવાક જોકોવિક અને નાઓમી ઓસાકા Australian Open 2019ના ચેમ્પિયન

મેલબોર્ન, સર્બિયાના નોવાક જોકોવિકે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી લીધુ છે. આજે અહિયાં રમાયેલ પુરુષ સિંગલ્સની  ફાઈનલમાં જોકોવિકે રાફેલ નડાલ ને ૬-૩, ૬-૨, ૬-૩ થી પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો. રોડ લેવર એરેનામાં રમાયેલી મેચ સંપૂર્ણપણે એકતરફ રહી અને નડાલ વર્લ્ડ નંબર 1 જોકોવિકના જોરદાર રમતથી આગળ ન ટકી શક્યો. સમગ્ર મેચમાં તેઓ માત્ર આઠ […]

Top Stories Sports
Australian Open 2019 Naomi Osaka નોવાક જોકોવિક અને નાઓમી ઓસાકા Australian Open 2019ના ચેમ્પિયન

મેલબોર્ન,

સર્બિયાના નોવાક જોકોવિકે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી લીધુ છે. આજે અહિયાં રમાયેલ પુરુષ સિંગલ્સની  ફાઈનલમાં જોકોવિકે રાફેલ નડાલ ને ૬-૩, ૬-૨, ૬-૩ થી પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો. રોડ લેવર એરેનામાં રમાયેલી મેચ સંપૂર્ણપણે એકતરફ રહી અને નડાલ વર્લ્ડ નંબર 1 જોકોવિકના જોરદાર રમતથી આગળ ન ટકી શક્યો. સમગ્ર મેચમાં તેઓ માત્ર આઠ ગેમ જીતી શક્યો હતો.

વર્લ્ડ નંબર 1 નોવાક જોકોવિકે સાતમી વખત ઓસ્ટ્રેલીયન ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતુ. તેઓએ 2016 માં પણ ગ્રાન્ડ સ્લૅમ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતુ. બે વર્ષ બાદ તેઓએ ફરીથી આ ટાઇટલ કબજે કર્યું છે. જ્યારે બીજી તરફ સ્પેનના નડાલે ૨૦૦૯માં આ ટાઇટલ પોતાના નામે કર્યું હતુ.  ફાઇનલ મેચમાં જોકોવિક સામે, નડાલની રમત ઘણી ફિકી દેખાઈ રહી હતી. ટેનીસ જગતના બે દિગ્ગજ ખેલાડીઓની વચ્ચે ફાઈનલ જોવા પહોચેલા પ્રેક્ષકોને નિરાશા મળી હતી.

જાપાનની મહિલા ખેલાડી નાઓમી ઓસાકાએ ચેક રીપબ્લિકની પેટ્રા ક્વિટોવાને ત્રણ-સેટ મેચમાં 7-6 (2), 5-7, 6-4થી પરાજય આપીને કેરિયરનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતુ. આ તેમની સતત બીજી ટાઇટલ જીત છે. વર્ષ 2018 માં, તેણીએ અમેરિકન ઓપન ગ્રાન્ડ સ્લૅમ ખિતાબ જીતનારી પ્રથમ જાપાની ખેલાડી અમેરિકન બની હતી. ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સ ટાઇટલ મેળવ્યા બાદ તેણી વિશ્વની નંબર વન મહિલા ખેલાડી બની ગઈ છે. આ ઓસાકાનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ છે

21 વર્ષીય ઓસાકા ટૂર્નામેન્ટમાં ચોથી વખત ભાગ લીધો હતો અને આ વર્ષે તેણે પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કરી અને ટાઈટલ પોતાના નામે કર્યું હતું