Not Set/ સ્વામીનારાયણના સાધુએ પરિણિત યુવતી પર ચાલુ કારે દુષ્કર્મ કર્યું

જુનાગઢ, જૂનાગઢમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત આનંદ સ્વરૂપદાસ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.આનંદ સ્વરૂપદાસ દાસજી પર આરોપ છે કે તેમણે પરણિત મહિલા પર કારમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,  ચાલુ કારે સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતાને પોલીસમાં ફરિયાદ કરશે તો તેની દીકરીને ઉપાડી જશે તેવી સ્વામીએ ધમકી આપી હતી. સ્વામીના […]

Top Stories Gujarat Others Trending
02 6 સ્વામીનારાયણના સાધુએ પરિણિત યુવતી પર ચાલુ કારે દુષ્કર્મ કર્યું

જુનાગઢ,

જૂનાગઢમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત આનંદ સ્વરૂપદાસ ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.આનંદ સ્વરૂપદાસ દાસજી પર આરોપ છે કે તેમણે પરણિત મહિલા પર કારમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,  ચાલુ કારે સ્વામીએ છરી બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પરિણીતાને પોલીસમાં ફરિયાદ કરશે તો તેની દીકરીને ઉપાડી જશે તેવી સ્વામીએ ધમકી આપી હતી. સ્વામીના ડ્રાઇવર સામે પણ પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

વાડીયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજી સામે પતિથી અલગ રહેતી એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે સ્વામીએ મહિલાને તેના પતિ સાથે સમાધાન કરાવવાની લાલચ આપી હતી. સ્વામી પીડિત મહિલા સાથે વોટ્સએપમાં ચેટિંગ પણ કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે.

જુનાગઢના સી ડિવિઝન પોલીસ ખાતે ગુનો નોંધાવામાં આવ્યો હતો..સ્વામિધર્મ પાળતા પતિ સાથે અણબનાવ હોવાથી સ્વામીના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને પતિ સાથે સમાધાન કરાવવા ગાડીમાં જોડે જતાં હતા.સ્વામી અને યુવતી કારમાં શિશુમંગલથી બીલખા જતાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

જુનાગઢની સી ડિવિઝન પોલિસે સ્વામી અને તેમના ડ્રાઇવર શ્યામ સુંદર સામે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.