સ્થાપના દિવસ/ ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ

મહેમુદ બેગડાના આદેશ અનુસાર તેમના અમીર મહેમુદ નિજામે વિક્રમ સંવત 1522 અને ઇ.સ. 8 ડિસેમ્બર 1465 શહેરની સ્થાપના કરી.

Top Stories Gujarat Mantavya Exclusive
MHD 9 ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ

ઐતિહાસિક નગર મહેમદાવાદ તેના ઐતિહાસિક વારસાથી જગ વિખ્યાત પામેલો છે, મહેમહાવાદ શહેરને આજે એટલે કે 8 ડિસેમ્બર 2022ના રોજ 556 વર્ષ પરિપૂર્ણ થયાં છે, શહેર તેની આગવી તારીખથી મશહુર છે,તેના ઇતિહાસની વાત કરીએ તો શાહી ટાંક સુલતાન મહેમુદ બેગડાએ તેમના અમીર ઉમરાવ મલેક મહેમુદ નિજામને આદેશ આપ્યો કે મહેમુદાબાદ નામનો શહેર નદી કિનારે વસાવવામાં આવે,રાજાના હુકમને અનુસરીને 8 ડિસેમ્બર 1465ના રોજ મહેમદાવાદ શહેરની નીવ મૂકવામાં આવી.

mhd 1 ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ
મહેમદાવાદ શહેરની સ્થાપના અંગેનો શિલાલેખ આજે પણ મોજુદ છે.,શહેરના કચેરી દરવાજા પાસે જૂની કોર્ટમાં જતાં પહેલા જ જમણા હાથ પર શિલાલેખ જોવા મળે છે આ શિલાલેખમાં મહેમદાવાદની સ્થાપનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,શિલાલલેખ સંસ્કૃત અને દેવલિપી ભાષામાં લખવામાં આવી છે તેમાં શહેરની સ્થાપના અંગે મહેમુદ બેગડાના આદેશ અનુસાર તેમના અમીર મહેમુદ નિજામે વિક્રમ સંવત 1522 અને ઇ.સ. 8 ડિસેમ્બર 1465 શહેરની સ્થાપના કરી.

મહેમદાવાદ શહેર પર મહેમુદ બેગડા અને મહેમુદ સૂયમ (ત્રીજા)એ શાસન કર્યો હતો,મહેમદાવાદનો વિકાસ આ બન્નેના શાસનકાળમાં સવિશેષ થયો હતો,મહેમદાવાદની અનેક ઇમારતો પૈકી પુસ્તા મહેલ,સરા,શહેરના ચાર દરવાજા સહિતની ઇમારતો મહેમુદ બેગડાએ બંધાવી હતી જ્યારે મહેમુદ સૂયમ (ત્રીજા)ના શાસનમાં ભમ્મરિયા કૂવો,ચાંદ સૂરજ મહેલ આહુખાના સહિતથી અનેક ઐતિહાસિક ઇમારતો બંધાવી હતી આ ઉપરાંત મહેમૂદ સૂયમ ત્રીજાએ મહેમદાવાદને ગુજરાતનો પાટનગર બનાવ્યો હતો.મહેમદાવાદના બન્ને રાજાની કબરો આજે સરખેજ રોજામાં આવેલ છે.

ભમ્મરિયો કૂવો

mhd 2 ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ
મહેમદાવાદમાં અનેક ઇમારતો આજે પણ તેની કલાકૃતિથી જગ ખ્યાતિ પામેલી છે,મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો નેશનલ મોનુમેન્ટમાં સમાવેશ થયો છે. મહેમદાવાદથી ખેડા તરફ જતાં બે કિલોમીટર પર ભમ્મરિયો કૂવો આવેલ છે. આ કૂવો 36 ફુટ વ્યાસનો છે,તેની ખાસિયત કૂવાની અંદર ઓરડા બાંધવામાં આવેલા છે. પહેલા માળે ચાર ઓરડા અને બીજા માળે 8 ઓરડા આવેલા છે. આ એક ભૂર્ગભ મહેલ છે. આ મહેલ મહેમૂદ ત્રીજાએ બંધાવ્યો હતાે..

રોજા-રોજી

mhd 3 ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ
મહેમદાવાદ વાત્રક નદીના કિનારે ઐતિહાસિક ઇમારત રોજા-રોજી આવેલ છે. આ રોજા રોજી મકબરો નેશનલ મોનુમેન્ટમાં સામલે છે.રાજા મહેમુદ સૂયમ (ત્રીજા)ના અમીર ઉમરાવ અને સંત સૈયદ મુબારક (ર.હ)એ અહીયા સૈયદપુરા ગામ વસાવ્યું હતું તેઓ રાજકીય લડાઇમાં શહીદ થયા હતા તેમના પુત્ર મીરાન સૈયદે એ સમયે અંદાજિત બે લાખના ખર્ચે અહીયાં પોતાના પિતા સૈયદમુબાક (ર.હ.) મઝાર બંધાવ્યો હતો.જહાંગીર બાદશાહે આ મધાર જોઇને કહ્યું હતું કે આટલો ઉંચો મકબરો મે જોયો ન હતો.

રોજી

mhd 4 ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ

રોજી પણ નેશનલ મોનુમેન્ટસમાં સામેલ છે, તેની કલાકૃતિના લીધે પ્રખ્યાત છે, આ રોજીને જોવા અનેક પર્યટકો દેશ-વિદેશથી અહી આવે છે.

ઢુંઢીયા વાવ

mhd 5 ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ

મહેમદાવાદ શહેરના મધ્યમાં ઢુંઢીયા વાવ આવેલી છે.આ વાવ અમદાવાદમાં આવેલી દાદા હરિની વાવ કરતાં પણ મોટી છે પરતું સાદી છે,આ વાવમાં ચાર ખંડ છે અને અંદર ફુલવેલથી કોતરેલ ચિત્ર જોવા મળે છે.

વસંત રજબ એકેડેમી

mhd 6 ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ

આઝાદી પહેલા 1946માં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા તેમાં વંસતરાય હેગિષ્ટે અને વંસત રજબ લાખાણી બન્ને મિત્રોઅ કોમી એકતો સંદેશો પાઠવ્યો હતો, અને અંતે બન્ને મિત્રએ 1 જુલાઇ 1946ના રોજ શહીદ થયા હતા તેની યાદમાં વસંત રજબ એકેડેમી મહેમદાવાદમાં 1948માં સ્થાપવામાં આવી હતી

સિદ્વિવિનાયક મંદિર

mhd 7 ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ

આજે  મહેમદાવાદ શહેર  સિદ્વિવિનાયક મંદિરથી પણ ખુબ પ્રચલિત છે હજારો શ્રદ્વાળુઓ અહી દર્શનાર્થે આવે છે, અમદાવાદથી માત્ર 30 કિલોમીટરના અંતર પર આ રમણીય અને સુંદર સિદ્વિવિનાયક મંદિર  નદી કિનારે આવેલું છે, આ મંદિરમાં લાખો શ્રદ્વાળુઓ દર્શન કરવા આવે છે, આ મંદિર તેની આસ્થા માટે જગ મશહુર છે. અહીંયા ગણપતિ બાપા તમામની મનની મુરાદ પુરી કરે છે્ અને બધા માટે સંકટ મોચન બને છે જેના લીધે દૂર દૂરથી શ્રદ્વાળુઓ અહીંયા દર્શન માટે આવે છે.

રવિશંકર મહારાજ

mhd 8 ઐતિહાસિક શહેર મહેમદાવાદનો આજે સ્થાપના દિવસ,556 વર્ષ પરિપૂર્ણ

આઝાદીની ચળવળમાં ભાગ લેનાર સ્વતંત્ર સેનાની અને સમાજ સેવા કરનાર રવિશંકર મહારાજથી પણ મહેમદાવાદ શહેર ઓળખાય છે,મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની એવા મહારાજે લોક સેવા માટે જીવન સમર્પિત કરૂ દીધુ,આજે પણ રવિશંકર મહારાજને લોકો દિલથી યાદ કરે છે.

મહેમદાવાદ શહેરમાં અનેક ઐતિહાસિક ઇમારત ચાંદ સૂરજ મહેલ ,જીનાલય મહેલ,પુસ્તા મહેલ,ખંડેર હાલતમાં જોવા મળે છે,દુધિયા તળાવ આજેપણ ખેડા રોડ પર આવેલું છે પરતું ચોમેર વસાહત વસી હોવાથી તળાવને શોંધવું મુશકેલ બની ગયું છે.આજેપણ શહેરના વિરોલ દરવાજા બહાર અને ખાત્રેજ દરવાજા બહાર ભગવાન સહજાનંદ સ્વામીના પગલાં મોજુદ છે તેમના દર્શનાર્થે અનેક લોકો અહી આવે છે.

મહેમદાવાદના ઇતિહાસના સંશોધન કર્તા મર્હુમ જલાલુદ્દીન મલેક હતા,તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના સભ્ય હતા તેમની ઇતિહાસની રૂચિના લીધે ઇતિહાસ આજે લોકો જાણી શકે છે તેમને દિલથી શ્રદ્વાંજલિ.