Largest Zoo/ રાજ્યનાં આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય

ગુજરાત ફરી એકવાર વિશ્વ ફલક પર પોતાનું નામ રોશન કરવા જઈ રહ્યું છે. જી હા, ગુજરાતીઓ માટે એક ગર્વ કરવા જેવા સમાચાર સામે આવી રહ્યા છે….

Gujarat Others
Himmat Thakkar 23 રાજ્યનાં આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય

ગુજરાત ફરી એકવાર વિશ્વ ફલક પર પોતાનું નામ રોશન કરવા જઈ રહ્યું છે. જી હા, ગુજરાતીઓ માટે એક ગર્વ કરવા જેવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યનાં જામનગરમાં વિશ્વનું સોથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનવા જઇ રહ્યુ છે. આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ડાયરેક્ટર નથવાણીએ માહિતી આપી હતી.

આપને જણાવી દઇએ કે, આ સમગ્ર પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની શક્યતાઓ છે. તેને ગ્રીન જ્યુલોલોજીકલ રેસ્ક્યુ અને રિહેબિલીશન કિંગડમ નામ અપાયુ છે. આ પ્રાણીસંગ્રહાલયની દેખરેખ અને વહીવટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વ્રારા કરવામાં આવશે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, આ પ્રાણી સંગ્રહાલયમાં ફ્રોગ હાઉસ, ડ્રેગન લેન્ડ, એન્સેક્ટીરિયમ, રોન્ડન્ટ લેન્ડ, એક્વેટિક કિંગડમ, ફોરેસ્ટ ઇન્ડિયા, માર્શીશોફ વેસ્ટ કોસ્ટ, ઇન્ડિયન રણ અને વિદેશી જમીનનો વિભાગ હશે. વન્યજીવમાં આફ્રિકન સિંહો, ચિત્તો, વરુ, એશિયાટિક સિંહો, પિગ્મી હિપ્પોઝ, ઓરંગ્યુટન્સ, જળ બિલાડીઓ, રીંછ, બંગાળ વાઘ, ગોરીલા, ઝેબ્રા, જિરાફ, આફ્રિકન હાથી અને કોમોડો ડ્રેગન શામેલ છે.

જણાવી દઇએ કે, આ પ્રાણીસંગ્રહાલય 250 એકર જમીનમાં બનાવવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં વન્ય જીવો અને પક્ષીઓ રાખવામાં આવશે. આ ઝુ માં વિવિધ પ્રકારની એક્ટિવિટી પણ જોવા મળશે. એકવાટીક કિંગડમ, ફોરેસ્ટ ઓફ ઈન્ડિયા,ફ્રોગ હાઉસ, ડ્રેગન લેન્ડ, એનઈનસેકટીરિયમ, લેન્ડ ઓફ રોડેન્ટ, માર્સીશઓફ વેસ્ટ કોસ્ટ, ઈન્ડીયન ડેઝર્ટ અને એકઝોટિક લેન્ડના વિભાગો હશે. વન્ય પ્રાણીની વાત કરીએ તો આફ્રિકન સિંહ, ચિતા, વરુ, એશિયાટીક સિંહ, પીગ્મી હીપ્પો, ઉરાંગ ઉટાંગ, જળ બિલાડી, રિંછ, બેંગાલ ટાઈગર, ગોરીલા, ઝીબ્રા, જીરાફ, આફ્રિકન હાથી અને કોમોડો ડ્રેગન સહિતનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે ગુજરાતમાં પહેલેથી જ સરદાર પટેલથી વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવેલ છે. હવે આ વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનતા સોનામાં સુગંધ ભળશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો