મેળો/ કોરોનાના લીધે માધવપુરનો રાષ્ટ્રીય મેળો રદ

માધવપુરનો મેળો બંધ છે.

Gujarat
mela કોરોનાના લીધે માધવપુરનો રાષ્ટ્રીય મેળો રદ

રાજ્યમાં કોરોનાએ તાંડવ મચાવ્યો છે.કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને પોરબંદર જિલ્લાના માધવપુર ગામમાં દર વર્ષે શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્નનો રાષ્ટ્રીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના લીધે મેળો રદ કરવામાં આવ્યો છે અને આ વર્ષે પણ કોરોનાના લીધે મેળો રદ કરી દેવામાં આવ્યો છે.

માધવપુર ગામમાં દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીના વિવાહના રાષ્ટ્રીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. પરતું રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં લઇને આ મેળાે પણ આ વર્ષે બંધ રહેશે, આ મેળામાં દેશ-વિદેશથી લોકો આવતાં હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકણીના વિવાહનું ઐતિહાસિક સ્થળ એટલે માધવપુર.આ મેળાએ ચૈત્ર માસની રામનવમીથી પાંચ દિવસ માટે દર વર્ષે મેળો ભરાય છે. માધવપુર ગામમાં લોકડાઉન હોવાથી આ વખતે બધા ઉત્સવોને નિજમંદિરમાં બંધબારણે પ્રતિકાત્મક રીતે ઉજવાશે.