Not Set/ 6970 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને

સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધીપાનીએ 2022-23નું બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે 6970 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.

Top Stories Gujarat Surat
સુરત 6970 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું, સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર

સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધીપાનીએ 2022-23નું બજેટ રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે 6970 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિકાસના કામો માટે 3183 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુરતને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો છે. સુરતમાં વધતા પ્રદૂષણ અંગે એર ક્વોલિટી મોનિટરિંગ ઈન્ડેક્સ મુકવામાં આવશે. ઈલેક્ટ્રિક બસો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. સીમમેર હોસ્પિટલમાં પીજી હોસ્ટેલ અને અલાયદું ટ્રસ્ટ બનાવવામાં આવશે. 10 હજારની વસ્તીએ અર્બન હેલ્થ કિલનીક ખોલવામાં આવશે.

રાજકીય / નરેશભાઇ જો કોંગ્રેસમાં આવે તો કાર્યકર્તામાં ઉત્સાહ આવી જાય : કોંગ્રેસ ધારાસભ્ય

બજેટમાં વહીવટી ભવન માટે 900 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ડુમસના દરિયાને ડેવલોપ કરવા 900 કરોડની જોગવાઈ કરી છે. 192 તળાવોમાંથી 25 તળાવોનું ડેવલોપમેન્ટ કરાશે. 27 બ્રિજ નવા બનાવવામાં આવશે।
135 પિંક ઓટો લેવામાં આવશે. 11 ગાર્ડન અને 3 શાંતિકુજ ખોલાશે. 20070 નવા આવાસો બનાવવામાં આવશે.

*બજેટ હાઈલાઇટ્સ :*
–આ વર્ષે રિવરફ્રન્ટ અને મેટ્રો રેલ પ્રોજેકટ અને સુરત મહાનગરપાલિકાનું મુખ્ય વહીવટીભવન ખૂબ મહત્વપૂર્ણ ભાગ બની રહેશે.
–આ વર્ષે સૌથી વધારે મેટ્રોના કામ પર ભારણ મુકવામાં આવશે.
–કોર્પોરેશનના નવા વહીવટી ભવન માટે 900 કરોડની જોગવાઈ..
–56 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનનાર શહીદ સ્મારક માટે અંદાજે 20 કરોડની જોગવાઈ..
–ડુમસ દરિયાકિનારાને ઇકો ટુરિઝમ પાર્ક ડેવલપ કરવા 600 કરોડની જોગવાઈ
–સુરતમાં 192 તળાવોમાંથી 25 તળાવોનું ડેવલપમેન્ટ કરાશે, લેક ગાર્ડન ઉભા કરાશે.(બે દિવ્યાંગ ફ્રેન્ડલી ગાર્ડન બનાવવામાં આવશે)
–ખાડી રીડેવલપમેન્ટ પર પણ ભાર મુકવામાં આવશે, ખાડી પુર રોકવા ખાડીના ડ્રેજિંગ માટે 25 કરોડની જોગવાઈ.
–આ વર્ષે 27 બ્રિજનું કામ હાથ પર લેવામાં આવ્યું છે..
–57 લાખના ખર્ચે 135 પિંક ઓટો પણ લેવામાં આવશે..
–નવા 11 ગાર્ડન અને 3 શાંતિકુંજ ખુલ્લા મુકવામાં આવશે..
–ઝીરો સ્લમ સીટી અંતર્ગત 20,070 નવા આવાસો બનાવવામાં આવશે.

પીપીપી ધોરણે એક આખા વિસ્તારને આપીને તેને વિકસાવવાનો પણ પાયલોટ પ્રોજેક્ટનો વિચાર આ બજેટમાં કરવામાં આવ્યો છે. વર્ષ 2030 સુધીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા સંચાલન માટે સીટી વોટર બેલેન્સ અને એક્શન પ્લાન કરવામાં આવ્યો છે.

National / પહેલીવાર હામિદ અંસારીએ ના ઉચ્ચારી અવડવાણી, બહુબલીનેતા મુખ્તાર અંસારીના સંબંધમાં છે ‘કાકા’