Not Set/ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કાર દ્વારા હુમલો

ઑસ્ટ્રેલિયા: મેલબોર્નમાં એક કાર ચાલકએ ભીડવાળા વિસ્તારમાં કાર ઘુસાડી દીધી.  કાર હુમલામાં 14 લોકો ઘાયલ થયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સ્થાનિક સમય 4.30 વાગ્યે મેલબોર્નના આઇકોનિક ફ્લિંડર્સ સ્ટ્રીટ સ્ટેશનથી કાર ચલાવનારાએ પદયાત્રીઓ વચ્ચે કાર ઘુસાડી દીધી હતી. વિક્ટોરિયા પોલીસ, કોમ રસેલ બેરેટએ પત્રકારોને જણાવ્યું હતું કે કાર ચલાવનારાઓ પર કાર્યવાહી થશે, હાલ […]

Top Stories
171221154104 06 melbourne flinders street exlarge 169 ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કાર દ્વારા હુમલો

ઑસ્ટ્રેલિયા: મેલબોર્નમાં એક કાર ચાલકએ ભીડવાળા વિસ્તારમાં કાર ઘુસાડી દીધી.  કાર હુમલામાં 14 લોકો ઘાયલ થયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

સ્થાનિક સમય 4.30 વાગ્યે મેલબોર્નના આઇકોનિક ફ્લિંડર્સ સ્ટ્રીટ સ્ટેશનથી કાર ચલાવનારાએ પદયાત્રીઓ વચ્ચે કાર ઘુસાડી દીધી હતી.

વિક્ટોરિયા પોલીસ, કોમ રસેલ બેરેટએ પત્રકારોને જણાવ્યું હતું કે કાર ચલાવનારાઓ પર કાર્યવાહી થશે, હાલ તેની તપાસમાં કરવામાં આવી રહી છે.

એલિઝાબેથ સ્ટ્રીટની વોકર્સ ડોનટની દુકાનના માલિક જણાવ્યું હતું કે, ફ્લંડર્સ સ્ટ્રીટ પર  60ની સ્પિડે ગાડી આવી હતી, જેવી કાર ટોળામાં ઘુસી લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી. અમુક લોકો કારની અડફેટે આવતા તેવો હવામાં ઉછળ્યા હતાં. આ દ્રશ્ય જોઇને દુકાની બહાર ઉભેલા ઘણા બધા ગ્રાહકો આઘાત લાગ્યો હતો.

171221084659 02 melbourne incident 1221 exlarge 169 ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કાર દ્વારા હુમલો

લોકોએ જણાવ્યું હતું કે પોલીસ લગભગ તરત જ આવી પહોંચી હતી અને ઘણા અધિકારીઓ તરત જ કાર્યવાહી કરવામાં લાગી ગયા હતા.
મેલબોર્નમાં ફ્લંડર્સ સ્ટ્રીટ સ્ટેશનની બાજુના રોડને ગુરુવારે પોલીસે બંધ કરી નાખ્યું હતો. ઓસ્ટ્રિયન પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલએ એક નિવેદનમાં કહ્યું હતું કે, “આ ઘટના આઘાતજનક છે”. હાલ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને તપાસ કરી રહી છે.