Not Set/ ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, કિશન ભરવાડની હત્યાના આરોપીની કટ્ટરવાદી સંગઠન સાથે સાંઠગાંઠ

આ કેસમાં આરોપી કેટલાક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. જેથી સમગ્ર કેસની તપાસ હવે ATS કરશે.’

Top Stories Gujarat
મર્ડર કેસની ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, કિશન ભરવાડની
  • સ્થાનિક પોલીસનો કાફલો પણ ATSની સાથે
  • પાક.ના ‘તહેરીક એ નમુને રિસાલત’ પર આશંકા
  • ગૃહમંત્રીએ આજે જ સોંપી છે ATSને તપાસ

ધંધુકા કિશન ભરવાડ હત્યા મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે મર્ડર કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે હત્યા કેસમાં પાકિસ્તાન સુધીના તાર સામે આવતા સમગ્ર મામલાની તપાસ એટીએસને સોંપાઈ છે. વધુમાં તેમને જણાવ્યુ હતુ કે હત્યાના કોઈપણ ષડયંત્રકારીને છોડવામાં નહીં આવે.

હત્યા કેસમાં પોલીસે બે આરોપી સહિત એક મૌલવીની ધરપકડ કરી છે અને આ કેસમાં આરોપી કેટલાક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. જેથી સમગ્ર કેસની તપાસ હવે ATS કરશે.’ ATS દ્વારા સ્થાનિક પોલીસન સાથે રાખીને ધંધુકની મસ્જિદમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

કેસના તાર રાજકોટ પહોંચ્યા

ધંધુકા કિશન હત્યા કેસના તાર રાજકોટ પહોંચ્યા છે. રાજકોટના આરોપીઓને હથિયાર આપ્યા હતા. થોરાળામાં રહેતા એક વ્યક્તિએ હથિયાર આપ્યા હતા. અઝીમ નામના યુવકે હથિયાર આપ્યાની આશંકા હાલ સેવાઇ રહી છે. અઝીમ સમા ગઇકાલ રાતથી ફરાર થયાની માહિતી સામે આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના રાજકોટમાં ધામા નાંખી હાલ તો અઝીમ સમયની તપાસ કરી રહી છે.  તો સાથે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ છે.
અઝીમ સમા અને તેનો ભાઈ ગુનાહિત પ્રવૃતિમાં સામેલ છે.

ધંધુકામાં કિશન ભરવાડનું ફાયરિંગ વિથ હત્યા મામલે પાકિસ્તાનના 3 થી 4 સંગઠનના નામ સામે આવ્યા છે. ઈસ્લામિક સંગઠન સાથે મળી યુવાનોને ભડકાવતા હતા. તહેરીક-એ-નમુને રિસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાની માહિતી સામે આવી રહી છે. આ સંગઠન પહેલા તહેરીક-એ-ફરૌખ ઇસ્લામથી ઓળખાતું હતું. પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે લબ્બેક સાથે છે તેના સંબંધ છે. પાકિસ્તાન કનેક્શન બહાર આવતા સરકારે
ધંધુકા હત્યાકાંડની તપાસ ATS ને સોંપવાનો નિર્ણય લીધો હતો. ATS ની તપાસ માં મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના છે. મૌલવી યુવાનોને ભડકાઉ ભાષણ આપી ઉશ્કેરવાનો ખુલાસો થયો છે. જમાલપુરના મૌલવીને સાંજે ધંધુકા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ સમગ્ર ઘટનાને વખોડી હતી. તેમણે જણાવ્યું હતું કે, હત્યાના તાર પાકિસ્તાન સુધી નિકળ્યા તે દુઃખદ બાબત છે. હિંદુ મુસ્લિમોની એકતા તોડવાના પાકિસ્તાન દ્વારા પ્રાસે કરવામાં આવી રહ્યો છે. આવા લોકોને કડકમાં કડક સજા મળે  જોઈએ તેવા પ્રયાસો કરવા જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીને એસપી સ્વામીએ આપ્યા અભિનંદન

નોંધનીય છે કે, ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યાના ગુજરાતમાં ચારે બાજુ ઊંડા પડઘા પડ્યાં છે. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વિવિધ હિંદુ સંગઠનોએ મામલતદારને આવેદનપત્ર આપીને આરોપીઓ વિરૃદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.

દેવભૂમિ દ્વારકા 
દેવભૂમિ દ્વારકા જિલ્લાના માલધારી સમાજમાં પણ કિશન ભરવાડની હત્યાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખંભાળિયામાં કિશનની હત્યાના આરોપીઓને ફાંસીની સજાની માંગ સાથે માલધારી સમાજ રોડ પર ઉતર્યો. ખંભાળિયામાં માલધારી સમાજના લોકોએ રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી હતી. જે બાદ માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

બનાસકાંઠાના પાલનપુર, જામનગરના ધ્રોલ , સુરેન્દ્રનગરનાં સાયલામાં પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સાથો સાથ રેલી કાઢીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.

Technology / ચંદ્ર અને મંગળ પર લેન્ડ કરશે Toyota Lunar Cruiser, તેની ડિઝાઇન જોઈને તમે રહી જશો દંગ

વસંત પંચમી /  શું તમારા બાળકને ભણવામાં જોર આવે છે તો કરો આ ઉપાય