અમદાવાદ/ સલમાન ખાન પહોંચ્યો અમદાવાદ, ગાંધીઆશ્રમની વિઝિટર બુકમાં લખ્યો આ સંદેશ

સલમાન ખાનને અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકત લીધી હતી. ત્યારે તેને ચરખો પણ ચલાવ્યો હતો. અને ત્યાં હાજર રહેલા લોકો સાથે વાત પણ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat
સલમાન ખાન

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમની ફિલ્મ અંતિમની રિલીઝ બાદ સલમાન ખાન અમદાવાદ પહોંચ્યા છે. નવી ફિલ્મ અંતિમના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે છે. કોરોના કાળ બાદ પ્રથમવાર સલમાન ખાન ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત મુલાકાતે આવ્યા છે.

a 365 સલમાન ખાન પહોંચ્યો અમદાવાદ, ગાંધીઆશ્રમની વિઝિટર બુકમાં લખ્યો આ સંદેશ

આ પણ વાંચો : નેશનલ એવોર્ડ વિનિંગ કોરિયોગ્રાફર શિવા શંકરનું કોરોનાના કારણે નિધન

સલમાન ખાનને અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકત લીધી હતી. ત્યારે તેને ચરખો પણ ચલાવ્યો હતો. અને ત્યાં હાજર રહેલા લોકો સાથે વાત પણ કરી હતી. ગાંધીઆશ્રમની મુલાકત બાદ સલમાન ખાન હોટલ હયાતમાં પહોંચ્યો છે. જ્યાં તેઓ મીડિયા સાથે વાતચીત કરશે.

a 367 સલમાન ખાન પહોંચ્યો અમદાવાદ, ગાંધીઆશ્રમની વિઝિટર બુકમાં લખ્યો આ સંદેશ

સલમાન ખાને આશ્રમની વિઝિટર બુકમાં એક સંદેશ લખ્યો હતો. અહીં આવીને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. મને આ જગ્યા ખૂબ જ ગમી. અહીં આવવું મોટું સન્માન છે. હું ક્યારેય આ જગ્યાને નહીં ભૂલું. ચરખા પર પહેલીવાર હાથ અજમાવવો ખૂબ જ અદભુત અનુભવ રહ્યો. પરમાત્મા ગાંધીજીની આત્માને શાંતિ આપે. હું અહીં આવવા માગીશ અને વધુ શીખવા માગીશ.

a 364 સલમાન ખાન પહોંચ્યો અમદાવાદ, ગાંધીઆશ્રમની વિઝિટર બુકમાં લખ્યો આ સંદેશ

આપને જણાવી દઈએ કે, સલમાન ખાન અને આયુષ શર્માની આ ફિલ્મ ‘અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ’ એક મરાઠી ફિલ્મ ‘મુળશી પેટર્ન’ની રિમેક છે. તેમજ આ ફિલ્મથી ગુજરાતી એક્ટ્રેસ મહિમા મકવાણાએ ડેબ્યુ કર્યં છે. આ ફિલ્મ નાના શહેરના યુવક રાહુલ (આયુષ શર્મા)ની કહાની છે, જે પૂનાનો ખતરનાક ભૂ-માફિયાઓ પૈકીનો એક બની જાય છે. તે ઘણાં દુશ્મનો બનાવે છે અને કાયદો તોડે છે. ત્યારે તેની સામે ઈન્સ્પેક્ટર રાજવીર સિંહ (સલમાન ખાન) અડચણરૂપ બને છે જે શહેરનો સંપૂર્ણ ક્રાઈમ ખતમ કરવા માગે છે.

a 364 સલમાન ખાન પહોંચ્યો અમદાવાદ, ગાંધીઆશ્રમની વિઝિટર બુકમાં લખ્યો આ સંદેશ

આ પણ વાંચો :સોનુ સૂદ હવે જરૂરિયાતમંદ પરિવારને ભેંસ આપી રહ્યો છે, પરંતુ એક વિચિત્ર શરત પર…

ફિલ્મનું ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે જેણે ગેંગસ્ટરની કહાની માટેનું સ્ટેજ તૈયાર કર્યું છે. અંતિમ મનોરંજક ફિલ્મ છે. ફિલ્મમાં એક્શન કરતા વધારે ડાયલોગબાજી છે, જે કહાનીમાં અડચણરૂપ જોવા મળી રહી છે. ઈન્ટરવલ પહેલા મોટા પ્લોટ ટ્વિસ્ટ છે જે ઈન્ટરવલ પછી તમામ પાત્રો માટેની ગતિ બનાવી રાખવામાં મદદ કરે છે. મહેશ માંજરેકરે ખૂબ હોશિયારીપૂર્વક ગ્રામીણ અને શહેરી મહારાષ્ટ્ર રજૂ કર્યું છે. કરણ રાવતની સિનેમેટોગ્રાફીએ શહેરમાં થઈ રહેલા સતત વિકાસને સારી રીતે દર્શાવ્યો છે. પોપ્યુલર મરાઠી એક્ટર્સે ફિલ્મને વધારે મજબૂત કરી છે. છતાં ફિલ્મમાં એક જેવા સંઘર્ષને વારંવાર દેખાડાયા છે. સાથે જ ફિલ્મમાં ચારેય ગીતો જબરદસ્ત છે.

આ પણ વાંચો :‘બાહુબલી’ની શિવગામી આ રિયાલિટી શોને કરશે હોસ્ટ

આ પણ વાંચો :મુનવ્વર ફારૂકીનો બેંગ્લુરૂનો શો રદ,ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું- ‘નફરત જીતી, કલાકાર હારી ગયો

આ પણ વાંચો :અભિનેત્રી કાજોલની બહેન તનિષા મુખર્જી કોરોના સંક્રમિત