ગુજરાત/ રાજયમાં ધો.10ના તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરિક્ષા આપવી પડશે

અગાઉ આ વિદ્યાર્થીઓએ જુના પ્રશ્નપત્રોના આધારે પરીક્ષા આપવાની પૂરતી તક આપવામાં આવી હતી. જો કે હવે નવા અભ્યાસક્રમ મુજબ જ પરીક્ષા આપવાની રહેશે.

Gujarat
Untitled 312 10 રાજયમાં ધો.10ના તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરિક્ષા આપવી પડશે

    રાજયમાં  કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી.  જે અંતર્ગત   રાજ્યમાં લોકડાઉન લગાવી દેવામાં  આવ્યું હતું. જેમના પગલે  બોર્ડના વિદ્યાર્થીઓને  માસ  પ્રમોશન આપવામાં આવ્યું હતું.  જે  હવે કોરોના કેસ ઘટતા  રાબેતા મુજબ સ્કૂલો શરૂ કરવામાં આવી છે . તેમજ  રાજયમાં જૂન-2019થી ધોરણ-10માં પાંચ વિષયોનો અભ્યાસક્રમ બદલાયા હતા. જે અંતર્ગત માર્ચ-2021માં બદલાયેલા અભ્યાસક્રમના આધારે પરીક્ષા લેવામાં આવી હતી.   ત્યારે હવે માર્ચ 2022માં લેવાનારી પરીક્ષા પણ નવા અભ્યાસક્રમ મુજબ જ લેવાશે.

આ પણ વાંચો ;Omicron નો ડર / જાપાને વિદેશી મુસાફરો પર લગાવ્યો પ્રતિબંધ, આ દેશોમાં કડક નિયમો કરવું પડશે પાલન

 મળતી માહિતી માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાનારી ધો.10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. 22 નવેમ્બરથી ધો.10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ છે. તે આગામી 21 ડિસેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો ;કૃષિ બીલ પાસ / લોકસભામાં કૃષિ બીલ પાસ કરવામાં આવ્યું, વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હોબાળો

ધો.10ની પરીક્ષામાં આ વખતે નવા અભ્યાસક્રમ આધારિત જ પ્રશ્નો પૂછવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓ માટે નવા જ અભ્યાસક્રમ મુજબ જ પ્રશ્નો પૂછવામાં આવશે. જેથી નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત રિપિટર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ પણ નવા પ્રશ્નોપત્રના આધારે જ પરીક્ષા આપવાની રહેશે. અગાઉ આ વિદ્યાર્થીઓએ જુના પ્રશ્નપત્રોના આધારે પરીક્ષા આપવાની પૂરતી તક આપવામાં આવી હતી. જો કે હવે નવા અભ્યાસક્રમ મુજબ જ પરીક્ષા આપવાની રહેશે.