Gandhinagar/ વાઈબ્રન્ટ ઇફેક્ટ : ગાંધીનગરની સરકારી કચેરીઓમાં કામસર જતા પહેલા જાણી લો આ વાત, કામના સમયમાં થયો ફેરફાર

ગાંધીનગરની સરકારી કચેરીઓમાં કામ બાબતે જતા પહેલા કામનો સમય અવશ્ય જાણી લેજો. વાઇબ્રન્ટ સમિટના પગલે ગાંધીનગર કચેરીઓનો સમયમાં બદલાવ થયાની તંત્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી.

Top Stories Gandhinagar Gujarat
v 1 1 વાઈબ્રન્ટ ઇફેક્ટ : ગાંધીનગરની સરકારી કચેરીઓમાં કામસર જતા પહેલા જાણી લો આ વાત, કામના સમયમાં થયો ફેરફાર

વાઇબ્રન્ટ સમિટના પગલે ગાંધીનગર કચેરીઓનો સમયમાં ફેરફાર થયો છે. ગાંધીનગરની સરકારી કચેરીઓમાં કામ બાબતે જતા પહેલા કામનો સમય અવશ્ય જાણી લેજો. રાજ્યમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટને પગલે ગાંધીનગરની સરકારી કચેરીઓના કામકાજના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને પગલે વહીવટીતંત્ર દ્વારા કચેરીઓ બપોરે 12 કલાકે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થશે. સમિટના આરંભ સાથે સરકારી બાબુઓ ત્રણ દિવસીય સમિટના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. તેમજ સરકારી કચેરીઓ ખુલવાના અને બંધ થવાનો સમય તેના નિર્ધારિત સમય કરતા અલગ રહેશે. સામાન્ય રીતે સવારે 10:30 કલાકે સરકારી કચેરીઓ થઈ જાય છે. પરંતુ વાઈબ્રન્ટ સમિટની મહત્વની બેઠકના કારણે ગાંધીનગરની સરકારી કચેરીઓ બુધવારથી સવારે 10:30 વાગ્યે ખુલવાને બદલે બપોરે 12 વાગ્યે ખુલશે. સરકારી કચેરીઓના ઇન્ચાર્જ લોકોએ ખાસ જાહેરાત કરીને આ ફેરફાર અંગે લોકોને માહિતી આપતા જણાવ્યું છે.

વાઈબ્રન્ટ સમિટમાં પીએમ મોદી સહિત અન્ય વીવીઆઈપી અને વીઆઇપી મહેમાનો હાજરી આપશે. અધિકારીઓ સમિટના કાર્યોમાં વ્યસ્ત હોવાથી મહેમાનોની સલામતી અને ટ્રાફિક અનુસંધાનમાં આ નિર્ણય લેવાયો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું. આજે સાંજે પીએમ મોદીનું અમદાવાદમાં આગમન થયા બાદ તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

વાઈબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ અને ગાંધીનગર અત્યારે હાઇ એલર્ટ પર છે. સમિટમાં વિવિધ દેશોના મહાનુભાવો અને વીઆઈપી મહેમાનોના આગમનને લઈને સઘન સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ સમિટને પગલે 9 થી 13 જાન્યુઆરી સુધી ગાંધીનગરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તો કેટલાક માર્ગોને પાર્કિંગ ઝોનમાં ફેરવવામાં આવ્યા છે. ખાસ કરીને સર્કિટ હાઉસથી ઝીમખાના અને જિલ્લા પંચાયત સુધીનો રસ્તો પણ નો પાર્કિંગ ઝોન છે. વાઈબ્રન્ટ સમિટને લઈને રાજ્યમાં અત્યારે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. જો કે લોકોને સરકારી કામકાજમાં મુશ્કેલીના પડે માટે તંત્ર દ્વારા કચેરીઓના સમયમાં થયેલ બદલાવની એડવાઈઝરી જાહેર કરવામાં આવી.