Election/ વાહ રે કોંગ્રેસ.. યુવાનોને ડેટિંગ માટે જગ્યા ફાળવશે, વડોદરા કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે જિલ્લા પ્રમાણે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે તે સાંભળીને સૌ કોઈ અચરજમાં મુકાઈ જાય તેમ છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસ દ્વારા જે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે, તેને લઈને ભાજપે કટાક્ષમાં કહ્યું છે કે જેવા સંસ્કાર […]

Top Stories Gujarat Vadodara
vadodra 2 વાહ રે કોંગ્રેસ.. યુવાનોને ડેટિંગ માટે જગ્યા ફાળવશે, વડોદરા કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે જિલ્લા પ્રમાણે મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે તે સાંભળીને સૌ કોઈ અચરજમાં મુકાઈ જાય તેમ છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસ દ્વારા જે ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે, તેને લઈને ભાજપે કટાક્ષમાં કહ્યું છે કે જેવા સંસ્કાર તેવો જ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ વિવાદ એટલે વધ્યો છે કેમ કે કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં આપણું વડોદરા, આઇકોનિક વડોદરાના સ્લોગન સાથે એક ડેટ ડેસ્ટિનેશન સેન્ટર બનાવવાનું વચન આપ્યું છે.

Election / પ્રચારમાં પાવરધા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સિલિન્ડર પર બેસી કર્યો પ્રચાર

vadodra વાહ રે કોંગ્રેસ.. યુવાનોને ડેટિંગ માટે જગ્યા ફાળવશે, વડોદરા કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર

જેવા સંસ્કાર તેવો પ્રચાર : ભાજપ

મહત્વનું છે કે વડોદરાને ગુજરાતની સંસ્કાર નગરી પણ કહેવામાં આવે છે, અને જો કે આ સંસ્કાર નગરીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં શહેરના યુવાનો માટે ડેટિંગ ડેસ્ટિનેશન સેન્ટર બનાવવાનો વાયદો કર્યો છે, અને આ જ વાતને લઈને ભાજપે એવો કટાક્ષ કર્યો છે કે કોંગ્રેસના જેવા સંસ્કાર છે એવો જ મેનિફેસ્ટો આપવામાં આવ્યો છે.

CM Vijay Rupani / મુખ્યમંત્રી રૂપાણીનાં 28 મી સુધીના તમામ કાર્યક્રમો રદ્, અંગત મદદનીશ પણ કોરોના સબબ સારવાર હેઠળ

યુવા વર્ગને પણ જીવવાનો અધિકાર : કોંગ્રેસ

વડોદરાકોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલનું કહેવું છે કે યુવા વર્ગને પણ જીવન જીવવાનો અધિકાર છે, જે કેફે સેન્ટર છે તેને સરકારે બંધ કરી દીધા છે અને આમ પણ અમીર છોકરાઓ જ કેફે સેન્ટરમાં જઈ શકતા હોય છે, ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓ ક્યાં જાય? આને ધ્યાનમાં રાખીને જ અમે સરકારમાં આવીને એવી વ્યવસ્થા કરીશું કે જ્યાં તે શાંતિથી બેસી શકે.

Terrorism / લખનઉને ફૂંકી મારવાનું આતંકવાદીઓનું ષડયંત્ર‌ નાકામ, STF એ કરી PFI ના બે સભ્યોની ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…