Mobile/ 6GB રેમ સાથે ખરીદો નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન, કિંમત 15 હજારથી પણ ઓછી

આજકાલ મોબાઈલ કંપનીઓ એકથી એક સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરી રહી છે. તમને ઓછી કિંમત પર શ્રેષ્ઠ સુવિધાઓ સાથે ફોન મળશે. નવો ફોન ખરીદતી વખતે યૂઝર્સ સૌથી વધુ ધ્યાન કેમેરા, રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર પર કેન્દ્રિત કરે છે, આજકાલ ફોનના વધતા ઉપયોગને કારણે વધુ રેમવાળા ફોન ખરીદવાનું જ યોગ્ય છે. તમારી પાસે 6 જીબી રેમ સાથેનો […]

Tech & Auto
smartphone 6GB રેમ સાથે ખરીદો નવા લોન્ચ થયેલા સ્માર્ટફોન, કિંમત 15 હજારથી પણ ઓછી

આજકાલ મોબાઈલ કંપનીઓ એકથી એક સ્માર્ટફોન બજારમાં લોન્ચ કરી રહી છે. તમને ઓછી કિંમત પર શ્રેષ્ઠ સુવિધાઓ સાથે ફોન મળશે. નવો ફોન ખરીદતી વખતે યૂઝર્સ સૌથી વધુ ધ્યાન કેમેરા, રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર પર કેન્દ્રિત કરે છે, આજકાલ ફોનના વધતા ઉપયોગને કારણે વધુ રેમવાળા ફોન ખરીદવાનું જ યોગ્ય છે. તમારી પાસે 6 જીબી રેમ સાથેનો મોબાઇલ ફોન હોવો આવશ્યક છે. તમને બજારમાં ઘણા શ્રેષ્ઠ વિકલ્પો મળશે. એવું નથી કે 6 જીબી રેમવાળા ફોન ખરીદવા માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. આવા ઘણા ફોન્સ 15,000 રૂપિયામાં મળશે. ચાલો જાણીએ…

Image result for poco m2

POCO M2- 6જીબી રેમવાળો એક શાનદાર સ્માર્ટફોન છે. તેની કેમરી વિશે વાત કરવામાં આવે તો ફોટોગ્રાફી માટે આ ફોનમાં ક્વાડ રીયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 13 એમપીનું પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. પાવર બેકઅપ માટે ફોનમાં 5000 એમએએચની બેટરી મળશે. તમે આ ફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડથી પણ વધારી શકો છો. આ ફોનને તમે 10,499 રૂપિયામાં ખરીદી શકો છો.

Image result for Vivo Y20

Vivo Y20- વિવોનો વાય 20 પણ એક દમદાર સ્માર્ટફોન છે, તેમાં 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. ફોનમાં 3 કલર વિકલ્પો સફેદ, કાળો અને વાદળી મળશે. તમને ફોનમાં 13 + 2 + 2 એમપી ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ મળશે. 13,990 રૂપિયાવાળા આ ફોનમાં 6.51 ઇંચની એચડી + ડિસ્પ્લે આપવામાં આવી છે.

Image result for Redmi Note 9

Redmi Note 9- રેડમી નોટ 9 ફોનની કિંમત 14,499 રૂપિયા છે. આ ફોનમાં 6 જીબી રેમ છે, જેમાં 48 એમપી પ્રાયમરી સેન્સર સાથે ક્વાડ રીયર કેમેરા સેટઅપ હશે.

Image result for Samsung Galaxy M21-

Samsung Galaxy M21- સેમસંગ ગેલેક્સી એમ 21 માં 6 જીબી રેમ છે. આ ફોનમાં ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ છે. જેમાં 48 એમપીનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી માટે 20 એમપીનો ફ્રન્ટ કેમેરો અને પંચ હોલ ડિસ્પ્લે છે. 6000 એમએએચની બેટરી ફોનને એકદમ શક્તિશાળી બનાવે છે. તેની કિંમત 14,999 રૂપિયા છે.

Image result for Realme 7

Realme 7- 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આ રીયલમીનો ફોન ખૂબ શાનદાર છે. તમને ફોનમાં ક્વાડ રીયર કેમેરા સેટઅપ મળશે. જેમાં 64 એમપીનું પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનની નવી કિંમત 14,999 રૂપિયા છે.